• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: સુશાંતના ઘરે પહોંચી અંકિતા, અભિનેતાના મોત પહેલા લખી હતી ચોંકાવનારી વાત

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સૌ કોઈ શોકમાં છે. દરેકના મનમાં એ જ સવાલ છે કે છેવટે કેમ સુશાંતે ગળે ફાંસો ખાઈ લીધો. ઘણા લોકોનુ માનવુ છે કે લાંબા સમયથી તે ડિપ્રેશનમાં હતા. તેમનો 6 મહિનાથી ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ તેમને કઈ વાત માટે ડિપ્રેશન હતુ, એ કઈ બાબત હતી જે તેમને પરેશાન કરી રહી હતી, એ સવાલનો જવાબ દરેક જણ શોધી રહ્યા છે. સુશાંતની આત્મહત્યાથી સૌ કોઈ શોકમાં છે. એક જમાનાની તેમની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અંકિતા પણ આ સત્યને સ્વીકારી નથી શકતી. તે ખુદને ઉંડા આઘાતમાં સરી પડી છે પરંતુ આ દરમિયાન અંકિતા લોખંડેની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોનુ ધ્યાન ગયુ છે જેણે ઘણુ બધુ વિચારવા પર મજબૂર કરી દીધા છે.

અંકિતા લોખંડેએ શેર કરી ચોંકાવારી પોસ્ટ

અંકિતા લોખંડેએ શેર કરી ચોંકાવારી પોસ્ટ

વાસ્તવમાં સુશાંતના મોતના સમાાચારના થોડા કલાકો પહેલા અંકિત લોખંડેએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતુ કે ભગવાન લોકોને આપણા જીવનમાંથી કાઢે છે કારણકે તેમણે એ વાત સાંભળી છે તે તમે નથી સાંભળી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા થવા લાગી કે શું અંકિતને કોઈ અનહોનીનો અંદેશો થઈ રહ્યો હતો, શું તેનુ દિલ તેને કંઈ કહી રહ્યુ હતુ, હાલમાં અધિકૃત રીતે સુશાંતના મોત પર અંકિતાનુ કોઈ નિવેનદ સામે આવ્યુ નથી અને બ્રેકઅપ બાદ અંકિતા અને સુશાંત એકબીજાને ટચમાં નહોતા અને બંનેના બ્રેકઅપને પણ ઘણો સમય થઈ ગયો છે.

સુશાંત સિંહ રાજપૂતના ઘરે પહોંચી અંકિતા લોખંડે

પરંતુ મંગળવારે અંકિતા લોખંડે સુશાંતના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પહોંચી જ્યાં અભિનેતા મૃત મળી આવ્યા હતા. અંકિતાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે ઘણી દુઃખી જોવા મળી રહી છે. અંકિતા સાથે તેનો દોસ્ત સંદીપ સિંહ તેને સહારો આપતો દેખાઈ રહ્યો છે. આ પહેલા અંકિતાની નજીકની દોસ્ત રહેલી અભિનેત્રી પ્રાર્થના બેહેરેએ કહ્યુ હતુ કે અંકિતને સુશાંતની મોતનો ઝટકો લાગ્યો છે તેના રોઈ રોઈને ખરાબ હાલ છે અને તે કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી.

6 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનમાં હતા અંકિતા-સુશાંત

6 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનમાં હતા અંકિતા-સુશાંત

તમને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત ટીવીના હૉટ કલાકારોમાંંના એક રહ્યા છે. એક સમય હતો જ્યારે તેમની ગણતરી હૉટ કપલ્સમાં થતી હતી. બંનેએ એકતા કપૂરના જાણીતા શો પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યુ હતુ. આ શો પણ હિટ હતો અને બંનેની જોડી પણ, આ સેટ પર બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. પછી બંને 6 વર્ષ સુધી લિવઈન રિલેશનમાં રહ્યા હતા. સુશાંતે અંકિતાને નેશનલ ટીવી ચેનલ કલર્સના જાણીતા શો ઝલક દિખલા જા ના સેટ પર પ્રપોઝ કર્યુ હતુ પરંતુ ત્યારબાદ સુશાંત ટીવી છોડીને બૉલિવુડ તરફ આગળ વધવા લાગ્યા તો અંકિતાથી દૂર થતા ગયા અને પછી એક દિવસ સમાચાર આવ્યા કે બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ છે.

સુશાંતની મોતનો લાગ્યો ઝટકો

સુશાંતની મોતનો લાગ્યો ઝટકો

સુશાંતના નિધનના સમાચાર રવિવારે 2 વાગ્યા આસપાસ આવ્યા હતા. ત્યારબાદ એક ન્યૂઝ ચેનલે રિએક્શન લેવા માટે તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને ફોન કર્યો. જેવુ રિપોર્ટરે તેને સુશાંતના નિધન વિશે પૂછ્યુ તો તે ચોંકી ગઈ. આના પર તેણે કહ્યુ, 'શું?' અને ફોન કાપી દીધો અને ત્યારબાદ ફોન ઉઠ્યો જ નહિ.

સુશાંતના મોત બાદ આઘાતમાં છે અંકિતા લોખંડે, નજીકની દોસ્તે આપી માહિતીસુશાંતના મોત બાદ આઘાતમાં છે અંકિતા લોખંડે, નજીકની દોસ્તે આપી માહિતી

English summary
Ankita reached Sushant Singh Rajput's home. Read her social media post before sushant death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X