અનુપમને હાસ્યાસ્પદ લાગે છે બાઉંસર સંસ્કૃતિ

મુંબઈ, 2 જૂન : સેલિબ્રિટીઓની જાહેર હાજરી દરમિયાન તેમની આસપાસ બાઉંસર્સનું હોવું અભિનેતા અનુપમ ખેરને હાસ્યાસ્પદ લાગે છે. તેમને લાગે છે કે તેનાથી તમે લોકોના પ્રેમ અને ઊષ્માથી વંચિત રહી જાઓ છે.

anupam

58 વર્ષીય બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર આજકાલ પાટનગર ખાતે પોતાનું આત્મકથાત્મક નાટક કુછ ભી હો સકતા હૈ રજૂ કરી રહ્યાં છે. તેઓ તેમની સલામતી માટે અનેક સલામતી કર્મચારીઓથી ઘેરાયેલાં રહે છે. અનુપમ ખેર ટ્વિટ કરે છે - ગઈકાલે કુછ ભી હો સકતા હૈ નાટકના મંચન દરમિયાન મેં નજીકથી બાઉંસર સંસ્કૃતિ જોઈ. તેઓ મારી સલામતી માટે મોજૂદ હતાં. હું ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો.

બૉલીવુડમાં 400થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા અનુપમ ખેરને લાગે છે કે સેલિબ્રિટીઝ માટે આવી સલામતી વ્યવસ્થા તેમને તેમના પ્રશંસકોના પ્રેમ અને ઊષ્મા પામવામાંથી વંચિત રાખે છે. તેમણે લખ્યું - ભારતમાં બાઉંસર્સ દ્વારા સેલિબ્રિટીઝની સલામતી એક હાસ્યાસ્પદ અવધારણા છે. તેમાં બસ મહત્વનો ખોટો અહેસાસ હોય છે. બાઉંસર્સ આપને લોકોના પ્રેમ અને હુંફથી દૂર કરે છે. મને તે ખૂબ જ હાસ્યાસ્પદ પણ લાગે છે.

અનુપમ ખેર અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેમની આગામી ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સ છે કે જેમાં તેઓ વધુ એક વાર ડિફરંટ લુકમાં દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X