જગ્ગા જાસૂસ બનશે આલિયા-રણબીર-પ્રિયંકા

મુંબઈ, 7 ઑગસ્ટ : મહેશ ભટ્ટના નાના દીકરી આલિયા ભટ્ટે એક જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર કરી છે, પણ તેમની પાસે સારા પ્રોજેક્ટોની લાઇન લાગી ગઈ છે. રણદીપ હુડા અને અર્જુન કપૂર સાથે કામ કરી રહેલાં આલિયા ભટ્ટને બૉલીવુડના સૌથી હૉટ મૅન રણબીર કપૂર સાથે કામ કરવાની તક મળી છે.

જાણવા મળ્યું છે કેઆલિયાને રણબીરને અપૉઝિટ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મ જગ્ગા જાસૂસ માટે સાઇન કર્યાં છે. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત પ્રિયંકા ચોપરા પણ છે કે જેની ઔપચારિક જાહેરાત બાકી છે. રણબીર-પ્રિયંકા અંજાના અંજાની તથા બર્ફી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે.

એમ પણ જાણવા મળે છે કે રણબીર કપૂરે પોતાનો ભાવ 15 કરોડ કરી નાંખ્યો છે કે જે પે કરવાની નિર્માતાએ તૈયારી દાખવી છે, કારણ કે રણબીરની ફિલ્મો માત્ર ઍવૉર્ડ જ નથી મેળવી રહી, પણ 190 કરોડનો બિઝનેસ પણ કરી રહી છે. તેથી રણબીર કપૂરનો આજે બૉલીવુડના ટૉપ સ્ટાર્સમાં સમાવેશ થઈ ગયો છે.

કહે છે કે જગ્ગા જાસૂસ એક થ્રિલર ફિલ્મ છે. આલિયા ભટ્ટ ફિલ્મ અંગે ઉત્સાહિત છે, પણ તેઓ રણબીરને લઈને નહીં, પણ દિગ્દર્શક અનુરાગ કશ્યપ અંગે ઉત્સાહિત છે. આલિયાએ જણાવ્યું - જ્યારે અનુરાગે મને એપ્રૉચ કરી, તો મને વિશ્વાસ નહોતો થયો કે અનુરાગે મારી પસંદગી કરી છે. આલિયા ભટ્ટ હાલ બે ફિલ્મો હાઈવે તથા 2 સ્ટેટ્સમાં કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X