કૅંસર નિરાશ ન કરી શક્યું, બર્ફી તો માત્ર ફિલ્મ છે : અનુરાગ

Anurag Basu
મુંબઈ, 26 ડિસેમ્બર : ફિલ્મ દિગ્દર્શક અનુરાગ બાસુના જીવન સાથે જોડાયેલ એક ઘણું મોટું સત્ય એ છે કે છેલ્લા 7 વર્ષોથી તેઓ કૅંસરથી પીડાય છે, પરંતુ તેમની ફિલ્મો અને તેમના ચહેરા પર ક્યારેય કોઈ પ્રકારની નિરાશાનો અંધકાર કે પડછાયો સુદ્ધા નજરે નથી પડતો. તાજેતરમાં જ અનુરાગ બાસુને ફરી એક વાર કૅંસરની સારવાર દરમિયાન પોતે પસાર કરેલ દર્દપૂર્ણ ત્રણ વર્ષો યાદ આવ્યાં કે જ્યારે ગઈકાલે તેઓ ક્રિસમસ પ્રસંગે મુંબઈની એક કૅંસર હૉસ્પિટલમાં બાળકોને મળવા પહોંચ્યાં. તેમની સાથે બર્ફીના અભિનેતા રણબીર કપૂર પણ હતાં. બંનેએ બાળકો સાથે લાંબો સમય પસાર કર્યો અને તેમને ઘણાં બધાં ઉપહારો પણ આપ્યાં. અનુરાગે આ દરમિયાન જણાવ્યું કે તેઓ બર્ફીને ઑસ્કાર ઍવૉર્ડ ન મળવાથી દુઃખી નથી, પણ તેઓ બાકી ફિલ્મોની સફળતાથી ખુશ છે.

અનુરાગે જણાવ્યું - સારૂં છે ને. હું નિરાશ નથી. બાકીની તમામ ફિલ્મો એટલી બહેતરીન છે કે મને કોઈ ફરિયાદ નથી. તેમણે કૅંસર સામે સંઘર્ષ અંગે જણાવ્યું - રણબીર સામાન્ય રીતે મને સવાલ કરે છે કે મેં કૅંસર સામે ડીલ કઈ રીતે કરી. મારો જવાબ હોય છે કે હકીકતમાં કૅંસરે મારી સાથે ડીલ કરી. એવું એટીટ્યુટ ધરાવવું ખૂબ જરૂરી હોય છે.

તેમણે આગળ જણાવ્યું - હું તે સમયને યાદ કરતાં ખૂબ લાગણીશીલ બની જાઉ છું, કારણ કે મારી સારવાર દરમિયાન હૉસ્પિટલમાં ઘણાં બધા બાળકો હતાં કે જે મારી હિમ્મત વધારતા હતાં.

નોંધનીય છે કે 204માં જ્યારે અનુરાગ બાસુ તુમસા નહીં દેખા ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતાં, ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમને લ્યુકેમિયા નામનું કૅંસર છે. પછી મહેશ ભટ્ટ અને મોહિત સુરીએ તેમના સ્થાને આ ફિલ્મ પૂરી કરી. ત્રણ વરસ સુધી અનુરાગ આ બીમારી સામે લડતાં રહ્યાં અને છેલ્લે તેઓ જંગ જીતી જ ગયાં. આ બીમારી સામે આટલા જોમ સાથે સંઘર્ષ કવા બદલ અમેરિકન કૅંસર સોસાયટીએ અનુરાગ બાસુને કૅંસર સર્વાઇવરનો ઍવૉર્ડ પણ આપ્યો હતો. કોઇકે સાચું જ કહ્યું છે કે કૌન કહતા હૈ છેદ આસમાં મેં હો નહીં સકતા, એક પત્થર તો તબીયત સે ઉછાલો યારોં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X