Pics : ‘સુરી’ને છોડી ‘પ્રેમ’ના પ્રેમિકા બનશે અનુષ્કા

મુંબઈ, 19 જૂન : અનુષ્કા શર્માની કિસ્મત બહુ સારી છે. પહેલાં બૉલીવુડના કિંગ ઑફ રોમાંસ શાહરુખ ખાન એટલે કે આપણાં સુરિંદર સુરીના પત્ની તાનીનો રોલ કરી પોતાના કૅરિયરની શરુઆત કરી અને હવે તેમના ડગમગાતા કૅરિયરને આસરો આપવાં રાજશ્રી પ્રોડક્શનના પ્રેમ એટલે કે સલમાન ખાન આગળ આવી ગયાં છે.

એમ પણ આજકાલ સલમાન ખાન સાથે દરેક એક્ટ્રેસ પરેશાન છે અને બીજી બાજુ જબ તક હૈ જાન બાદ અનુષ્કાની કોઈ ફિલ્મ બૉક્સ ઑફિસે ચાલી નથી. તેમની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા નિષ્ફળ નિવડી કે જેમાં તેમના હીરો ઇમરાન ખાન હતાં. શાહરુખ સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કાએ પછી પણ બે વાર શાહરુખ સાથે સ્ક્રીન શૅર કરી અને એટલે જ તેઓ સલમાનની નજીક ક્યારેય ન આવી શક્યાં.

હવે જ્યારે શાહરુખ દીપિકા પાદુકોણેની નજીક દેખાઈ રહ્યાં છે, ત્યારે સલમાન અનુષ્કાની નજીક આવ્યાં છે. જાણવા મળે છે કે રાજશ્રી પ્રોડક્શન સલમાનને લઈને જે ફૅમિલી ડ્રામા ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે, તેમાં તેમના પ્રચલિત પાત્ર પ્રેમના પ્રેમિકા તરીકે અનુષ્કા શર્માને સાઇન કરી લેવાયાં છે. અનુષ્કાને આ રોલ અપાવ્યો છે સલમાન ખાને.

આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

શાહરુખ સાથે કૅરિયરની શરુઆત

શાહરુખ સાથે કૅરિયરની શરુઆત

અનુષ્કાની પ્રથમ ફિલ્મ રબ ને બના દી જોડી હતી કે જેમાં તેઓ શાહરુખના હીરોઇન હતાં. તે પછી અનુષ્કાએ ઘણી ફિલ્મો કરી અને બૅન્ડ બાજા બારાતમાં રણવીર સિંહ સાથે તેમની જોડી વખણાઈ પણ ખરી, પરંતુ પછી તેમની ફિલ્મો ફ્લૉપ થવા લાગી.

શાહરુખ સાથે જબ તક હૈ જાન

શાહરુખ સાથે જબ તક હૈ જાન

શાહરુખ સાથે 2012માં અનુષ્કા પુનઃ નજરે પડ્યાં યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં. જોકે ફિલ્મની સફળતાનો શ્રેય શાહરુખ-કૅટરીનાના ફાળે ગયો.

સલમાન સાથે કામ કરવાની ઇચ્છા

સલમાન સાથે કામ કરવાની ઇચ્છા

અનુષ્કા સલમાન સાથે કામ કરવા માંગતા હતાં, પરંતુ તેઓ શાહરુખની નજીક હોવાના કારણે તક મેળવી ન શક્યાં. હવે તેમને આ તક મળી છે.

ડગમગતું કૅરિયર

ડગમગતું કૅરિયર

અનુષ્કાનું કૅરિયર હાલ ડગમગી રહ્યું છે તેવામાં સલમાનનો આસરો જરૂર કામે લાગશે.

સૂરજે સાઇન કર્યાં

સૂરજે સાઇન કર્યાં

રાજશ્રી પ્રોડક્શનના સૂરજ બરજાત્યાએ પોતાની આગામી ફિલ્મ માટે સલમાન અને અનુષ્કાને સાઇન કર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X