‘રબ’થી ‘જબ’ સુધી ન મળેલ ઍટેંશન ઝંખે છે ‘બિજલી’
મુંબઈ, 5 જાન્યુઆરી : રબ ને બના દી જોડી ફિલ્મ સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્માએ પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યુ હતું અને તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન પણ સફળ રહી છે, પરંતુ રબથી લઈ જબ સુધીની ફિલ્મી સફર દરમિયાન એકેય વાર ઍટેંશન ન મેળવી શકનાર અનુષ્કા શર્મા હવે એક ઍટેંશન ઝંખે છે. અનુષ્કા આગામી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં બિજલીનો રોલ કરી રહ્યાં છે અને આ બિજલી હવે ઍટેંશન ઝંખે છે.

અનુષ્કા શર્માએ શરુઆત રબ ને બના દી જોડી ફિલ્મ સાથે કરી હતી. અત્યાર સુધી તેમની કુલ પાંચ ફિલ્મો આવી છે. શાહરુખ સાથે શરુઆત કર્યા બાદ અનુષ્કાને આ ફિલ્મમાં કોઈ ક્રેડિટ ન મળી અને ફિલ્મની સફળતાનો શ્રેય શાહરુખ ખાનને અપાયો. પછી બદમાશ કમ્પની, બૅન્ડ બાજા બારાત, પટિયાલા હાઉસ અને લૅડીઝ વર્સિસ રિકી બહેલ આવી. આ તમામ ફિલ્મોમાં અનુષ્કાને સાઇડ લાઇન કરી દેવાઈ, તો છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની સફળતાનો મોટાભાગનો શ્રેય પણ શાહરુખ અને કૅટરીના કૈફના ખાતે જતો રહ્યો.
આમ રબથી શરૂ કરી જબ સુધીની ફિલ્મી સફર દરમિયાન અનુષ્કાને એકેય વાર જોઇએ તેવો શ્રેય મળ્યો નથી. એટલે જ અનુષ્કા હવે પોતાની આગામી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં ઍટેંશન ઝંખે છે.
અનુષ્કા શર્મા હાલ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે ખૂબ ઉત્સાહિત છે અને પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે કે આ પાત્રથી તેઓ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષી શકશે. અનુષ્કા શર્મા હાલ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે ખૂબ ઉત્સાહિત છે અને પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે કે આ પાત્રથી તેઓ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષી શકશે.












Click it and Unblock the Notifications
