આરાધ્યાનો પ્રથમ જન્મ દિવસ, ફૅમિલી સાથે જ ઉજવણી
મુંબઈ, 16 નવેમ્બર : આજે બૉલીવુડની બેટી બી એટલે કે આરાધ્યા બચ્ચન એક વરસની થઈ ગઈ છે. તેનો જન્મ દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવશે, પરંતુ પારિવારિક સભ્યો સાથે જ. એમ કહેવું છે આરાધ્યાના માતા અને બૉલીવુડના સૌથી સુંદર માતા ઐશ્વર્યા રાયનું. ઐશ્વર્યા રાયે જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આરાધ્યાને પોતાના પારિવારિકસભ્યોનો સ્નેહ તેમજ આશીર્વાદ મળે. તેથી અમે તેનો પ્રથમ જન્મ દિવસ માત્ર ફૅમિલી મેમ્બર્સ સાથે જ ઉજવીશું.
પોતાની પુત્રી આરાધ્યા અંગે ખૂબ જ સજા રહેતાં ઐશે આ અગાઉ પણ પોતાની પુત્રીને લોકોથી દૂર રાખવાની વાત કહી હતી. ઐશે મીડિયાવાળાઓને જણાવ્યુ હતું કે તેઓ સમજી શકે છે કે મીડિયાવાળાઓનું કામ છે ફોટો ખેંચવા તેમજ બાઇટ લેવી, પરંતુ તેઓ નથી ઇચ્છતાં કે અત્યારથી જ તેમની પુત્રી આ તમામ વસ્તુઓનો ભાગ બને. હું પણ એક માતા છું અને દરેક માતા પોતાની બાળકી માટે એવું જ વિચારતી હોય છે. આશા છે કે આપ લોકો મારી વાત સમજતાં હશો.
આપને જણાવી દઇએ કે જ્યારથી ઐશની પુત્રી દુનિયામાં આવી છે, ત્યારથી જ લોકો તેની એક ઝલક પામવા આતુર છે. શક્ય છે કે મીડિયા અને લોકોથી પોતાની પુત્રીને દૂર રાખવા ઐશે આરાધ્યાનો બર્થ ડે ફૅમિલી સાથે ઉજજવાનો નિર્ણય કર્યો હોય. જોકે આપને જણાવી દઇએ કે પોતાના દાદૂના જન્મ દિવસે ઐશની પુત્રી સૌની સામે આવી હતી.













Click it and Unblock the Notifications
