આરાધ્યા બોલી દાદા.. જીવન સફળ : અમિતાભ
મુંબઈ, 6 નવેમ્બર : કહે છે મુદ્દલ કરતાં વ્યાજ વધુ પ્રિય હોય છે. આ વાત બચ્ચન પરિવાર સાથે પૂર્ણત્વે ચરિતાર્થ થતી દેખાય છે. નહીં સમજ્યાં આપ કે અમે શું કહેવા માંગીએ છીએ? તોચાલો સસ્પેંસ ખતમ. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ દાદા બચ્ચનની.

હા જી. ગત વર્ષ 16મી નવેમ્બર, 2011ના રોજ દાદા બનનાર અમિતાભ બચ્ચને આજે ટ્વિટર પર લખ્યું છે - આજે મારી પૌત્રી આરાધ્યાએ મને દાદા કહી બોલાવ્યાં છે. આ શબ્દ સાંભળવા માટે હું ખબર નહિં ક્યારથી વ્યાકુળ હતો. દાદા સાંભળતાં જ મારા પગ ધરતી ઉપરથી બે વેંત અદ્ધર થઈ ગયાં છે. હું સાતમા આસમાને પહોંચી ગયો છું.
અમિતાભે આગળ લખ્યું છે - જન્મ દિવસ મારી પૌત્રીનો આવી રહ્યો છે, પરંતુ ઉપહાર મને મળી ગયો છે. મને સમજાતું નથી કે હું પોતાની ખુશી કઈ રીતે વ્યક્ત કરું. આજે મારું જીવન સફળ થઈ ગયું.
નોંધનીય છે કે બેબી આરાધ્યા તાજેતરમાં એટલે કે ગત 11મી ઑક્ટોબરે મીડિયા સામે આવી હતી કે જ્યારે અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ ઉજવાયો હતો. આરાધ્યા ખૂબ ચંચળ અને પોતાના દાદાની વ્હાલી છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચન પોતાની પૌત્રીની વાત કરતાં લાગણીશીલ બની જાય છે.
આપને જણાવી દઇએ કે પોતે દાદા બન્યાની માહિતી પણ સૌપ્રથમ અમિતાભ બચ્ચને જ ટ્વિટર પર જ આપી હતી અને આજે આરાધ્યા દ્વારા દાદા તરીકે બોલાવવા અંગેની માહિતી પણ ટ્વિટર પર જ આપી છે. બચ્ચન પરિવારમાં લગભગ 11 વર્ષ બાદ પુત્રી આરાધ્યાનો જન્મ થયો છે. 11 વર્ષ અગાઉ અમિતાભના ઘરે શ્વેતા બચ્ચનની પુત્રી અવતરી હતી.












Click it and Unblock the Notifications
