અરબાઝ ખાનની ગર્લફ્રેંડ કેમેરામાં કેદ, આપ્યા કૂલ પોઝ
અરબાઝ ખાનનું નામ હાલમાં ઘણી યુવતીઓ સાથે જોડાયું છે, પરંતુ હવે જે ખબર ચર્ચામાં છે તે અરબાઝ ખાનના જીવનમાં સિરિયસ છે. આપને જણાવી દઈએ કે હાલમાં અરબાઝ ખાન વિદેશી ગર્લ જોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ એક ફોટો આવી હતી જેમાં બંને હાથમાં હાથ નાખીને ફરી રહ્યા હતા. હાલમાં જ સામે આવેલી ફોટોમાં અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એન્ડ્રિયાની જોવા મળી રહી છે અને તે ખુબ જ ખુશ પણ દેખાઈ રહી છે.
ખાસ બાબત છે કે તે મીડિયાથી દૂર જવાને બદલે કૂલ દેખાઈ રહી છે અને કેમેરા સામે પોઝ પણ આપી રહી હતી. આ દરમિયાન ખુબ જ ખુશ દેખાઈ રહેલી જોર્જિયા એન્ડ્રિયાની હસીને ફોટો પણ ખેંચાવી રહી હતી.
અફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકા
આપને જણાવી દઈએ કે જોર્જિયા એન્ડ્રિયાની ખુબ જ સુંદર છે જેથી અરબાઝ ખાન તેના પ્રેમમાં ખોવાઈ ગયા છે. આપણે જણાવી દઈએ કે અરબાઝ ખાનના લગ્ન મલાઈકા અરોરા સાથે લગભગ 18 વર્ષ સુધી ચાલ્યા હતા.
જોર્જિયા એન્ડ્રિયાની આવવાની સાથે હવે લાગી રહ્યું છે કે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ બાબતે હજુ સુધી અરબાઝ ખાન તરફથી કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું.
અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા ક્યારેક ક્યારેક અરબાઝ ખાન સાથે જોવા મળે છે અને બાળકોને પણ મળે છે. મલાઈકા અરોરા ઘણા ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચુકી છે જે ખુબ જ ફેમસ પણ થયા છે.