અરબાઝ ખાનથી કેટલી નાની છે તેની ત્રીજી ગર્લફ્રેન્ડ શૂરા ખાન? ટૂંક સમયમાં બનશે સલમાનના ઘરની વહુ, જાણો સાચુ નામ
Who Is Shura Khan: બૉલિવુડના દબંગ સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝે જ્યૉર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ કરી લીધું છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યૉર્જિયાએ પોતે પુષ્ટિ કરી હતી કે બંને અલગ થઈ ગયા છે.
હવે સમાચાર છે કે અરબાઝના જીવનમાં પ્રેમ ફરી પાંગર્યો છે અને આ વખતે તે આ સંબંધને લઈને ખૂબ જ ગંભીર છે. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરા અને જ્યૉર્જિયા એન્ડ્રિયાની બાદ હવે અરબાઝ ખાન મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાનને ડેટ કરી રહ્યો છે.

માહિતી મુજબ બંને આ સંબંધને લઈને ખૂબ જ ગંભીર છે અને 24 ડિસેમ્બરે લગ્ન કરશે. તેમના ખાસ મિત્રો અને પરિવારજનો તેમના લગ્નમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે શૂરા ખાન બૉલિવુડની ફેમસ મેકઅપ આર્ટિસ્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 13.2k ફોલોઅર્સ છે. તે બૉલિવુડ અભિનેત્રી રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાનીની મેકઅપ આર્ટિસ્ટ છે. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. બંનેની મુલાકાત તેમની નવી ફિલ્મ 'પટના શુક્લા'ના સેટ પર થઈ હતી. જે આવતા વર્ષે 2024માં રિલીઝ થશે.
રિપોર્ટ્સ અનુસાર શૂરા ખાનનું અસલી નામ ઝારા ખાન છે. તેનો જન્મ વર્ષ 1994માં લંડનમાં થયો હતો. તેણે મુંબઈની જાનકીદેવી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. શુરાની માતાએ તેને અભિનયનો માર્ગ બતાવ્યો, ત્યારબાદ તેણે 16 વર્ષની ઉંમરે મુંબઈમાં અનેક ઓડિશન આપ્યા. તેણે અર્જુન કપૂરની ફિલ્મ ઔરંગઝેબથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. જે વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ પછી તે તેની આગામી ફિલ્મ દેસી કટ્ટેમાં જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
આ પછી શૂરા ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો અને સિંગિંગ પર કામ કરવાનું શરૂ કર્યું. તેણે વર્ષ 2019માં પંજાબન ગીત ગાયું હતું જે સુપરહિટ રહ્યું હતું. આ પછી તેણે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે માટે કુસુ કુસુ ગીતને પોતાનો અવાજ આપ્યો. હાલમાં તે અરબાઝ ખાન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.
તમને જણાવી દઈએ કે અરબાઝ અને શુરા ખાનની ઉંમરમાં 27 વર્ષનો તફાવત છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આ વાત ત્યારની છે જ્યારે અરબાઝ જ્યૉર્જિયાને ડેટ કરી રહ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના પરિવારના સભ્યો પણ આ સંબંધથી ઘણા ખુશ છે. મલાઈકાથી છૂટાછેડા પછી અરબાઝના આ બીજા લગ્ન હશે. જો કે, હજુ સુધી આ અંગે તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.












Click it and Unblock the Notifications
