અરબાઝ ખાન જુગારની લતમાં થઈ ગયો હતો કરોડોનો દેવાદાર, મલાઈકા સાથે બરબાદ કરી દીધુ લગ્નજીવન
Arbaaz Khan Malaika Arora Divorce: બૉલિવુડના ભાઈજાન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે એક સારો અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક પણ છે. જો કે, તે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ શા માટે છૂટાછેડા લીધા તેના કારણની વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા એકબીજાને ખૂબ પસંદ કરતા હતા અને બંનેએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. આ પછી વર્ષ 2002માં તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો.

દંપત્તિનુ લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ દબંગ ફિલ્મ બાદ બંને વચ્ચે ખટાશ આવવા લાગી હતી. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું હતું કે વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેના ચાહકો માટે આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા હતા.
અરબાઝ ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે એક સમયે તેને જુગાર અને સટ્ટાબાજીની લત હતી. અહેવાલો અનુસાર, અરબાઝે સટ્ટાબાજીની એટલી ખરાબ લત લાગી ગઈ હતી કે તેણે 3 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. કહેવાય છે કે અરબાઝ ખાનની આ આદતથી મલાઈકા અરોરા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વચ્ચેના સંબંધો અભિનેતાના સટ્ટાબાજીની લતથી પ્રભાવિત થયા હતા. તેની આ આદતને કારણે તેમની વચ્ચે રોજ ઝઘડા થતા હતા. અભિનેત્રીએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કેઅમે આ સંબંધથી ખુશ નહોતા અને ન તો અમે એકબીજાને ખુશ રાખી શક્યા. જેના કારણે આસપાસના લોકોને પણ માઠી અસર થઈ હતી.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના 19 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યા બાદ હવે બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. એક તરફ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાનના જીવનમાં પ્રવેશ કર્યો. જોકે હવે બંને અલગ થઈ ગયા છે. સમાચાર છે કે અરબાઝ ટૂંક સમયમાં તેની ત્રીજી ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
