અરિજીતને નથી મળી સલમાનની માફી, હટાવ્યું સુલતાનમાંથી તેનું સોંગ
સલમાન ખાન પાસે આવી માફી ભાગ્યે જ કોઈએ માંગી હશે જેવી અરિજીત સિંહે માંગી છે. ફેસબુક પર બધાની સામે, પોતાના લાખો, કરોડો ફેંસને બતાવીને. કઈ પણ કહીએ પરંતુ અરિજીત સિંહ માં બધાની વચ્ચે પોતાની વાત રાખવાની હિંમત તો ચોક્કસ છે.
તાજા સમાચાર એ છે કે એટલી માંફી માંગવા છતા પણ સલમાન ખાન અરિજીત સિંહને માફ કરવાના મુડમાં નથી. ખબરનું માન્યે તો ફિલ્મમાં ગીત તો એજ રહેશે પરંતુ હવે તે સોંગ રાહત ફતેહ અલી ખાન ના અવાઝમાં આવશે.
આ મામલે અરિજીત સિંહે કહ્યું કે આ સોંગ તેમના માટે ખુબ જ મહત્વનું હતું. અરિજીત સિંહે કહ્યું કે જયારે લોકો આ ગીત સાંભળશે ત્યારે તેમને ખબર પડશે કે તેને આ સોંગ માટે એટલું મોટું પગલું કેમ ભર્યું.
અરિજીત સિંહે સલમાન ખાન ને લખ્યું આ માફીનામું..

મારી ભૂલ નથી
અરિજીત સિંહે લખ્યું કે તેનો ઈરાદો સલમાનની બેઈજ્જતી કરવાનો ના હતો. તેને લખ્યું કે તે સમય ખોટો હતો અને બાદમાં તેમને માફી પણ માંગવાની કોસિસ કરી.

મને માફ કરી દો
મેં મારી ભૂલ માની લીધી છે મને માફ કરી દો. મેં તમને સમજાવવાની કોસિસ પણ કરી અને ઘણા મેસેજ પણ કર્યા.

બધાની સામે માફી માંગું છુ
હું અહી બધાની વચ્ચે માફી માંગું છુ. મહેરબાની કરીને મારું સોંગ સુલમાનમાંથી ના હટાવો.

તમારો ફેન રહીશ
હું હમેશા તમારો ફેન રહીશ ભાઈજાન.

શું છે મુદ્દો
એક એવાર્ડ ફંક્સન દરમિયાન સલમાન અને અરિજીત વચ્ચે થોડી અનબન થઇ ગઈ હતી. જેના કારણે સલમાન ખાને તેને પોતાની ફિલ્મથી બેન કરી નાખ્યો હતો.

ઘણા સિંગર છે સલમાન થી નારાજ
સોનું નિગમ પણ સલમાન ખાનની ફિલ્મોમાં ગીત નથી ગાતા કારણકે સલમાન ખાને ફિલ્મ કિકમાં તેને ગીત હટાવી નાખ્યું હતું.

રાહત ફતેહ અલી ખાન
અરિજીત સિંહનું ગીત હવે રાહત ફતેહ અલી ખાન ગાઈ શકે છે.












Click it and Unblock the Notifications
