મલાઈકાને છોડ્યા બાદ આ હસીનાને ડેટ કરી રહ્યો છે અર્જુન કપૂર? જાણો કોણ છે આ સુંદરી?
છેલ્લા કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યાં છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બધુ ઠીક નથી અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ છે. હવે આ અહેવાલો વચ્ચે અર્જુન કપૂરનું નામ બીજી એક હસીના સાથે જોડાઈ રહ્યું છે.
અર્જુનનું નામ બોલિવૂડની અન્ય એક હસીના સાથે જોડાઈ રહ્યું છે. બન્નેના ડેટિંગના સમાચારો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યાં છે.

અર્જુન કપૂર સાથે જે અભિનેત્રીનું નામ જોડાઈ રહ્યું છે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને અભિનેત્રી કુશા કપિલા છે.કુશાનું નામ છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર સાથે જોડાઈ રહ્યું છે. અર્જુન અને કુશા એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલ છે.
કુશાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કેટલીક હિંટ આપી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન અભિનેત્રીએ અર્જુન કપૂરના નામ પર એવી સ્માઈલ આપી કે એક રીતે તેમના સંબંધોના સમાચારને વધુ હવા મળી ગઈ.
કુશાને પૂછવામાં આવ્યું કે તે અર્જુન કપૂરને શું હેશટેગ આપશે તો અભિનેત્રીએ કહ્યું કે તે અર્જુનને હેશટેગ કપૂર કહીશ. આ પછી કુશા હસવા લાગી. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર ખૂબ જ વાયરલ છે.
જણાવી દઈએ કે, ન તો કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે અને ન તો તેઓ એકબીજાની તસવીરો પર કોમેન્ટ કે પ્રતિક્રિયા આપતા હોય છે. આ સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે. આ સમાચારો પર કપલમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.












Click it and Unblock the Notifications
