મલાઈકા પહેલા સલમાન ખાનની બહેનને ડેટ કરી રહ્યો હતો અર્જુન કપૂર? જાણો કેવી રીતે થયો ખુલાસો?

સલમાન ખાનની ભાભી મલાઈકા અરોરા સાથે અફેરને લઈને સતત ચર્ચામાં રહેતા અર્જુન કપૂરને લઈને વધુ એક ખુલાસો થયો છે.

અર્જુન કપૂર લાંબા સમયથી એક્ટ્રેસ મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. અર્જુન કપૂર તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા કરતા 12 વર્ષ નાનો છે. જો કે તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ કપલ પોતાના કોઝી ફોટો અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર પોપ્યુલર રહે છે.

Arjun Kapoor

થોડા સમય પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. જોકે, બાદમાં આને અફવા જાહેર કરવામાં આવી.

હાલમાં કપલના ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુન કપૂરનું સલમાન ખાન સાથે જૂનુ કનેક્શન છે.

મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો, અર્જુન કપૂર એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો. બંનેએ એકબીજાને લગભગ 3 વર્ષ સુધી ડેટ કર્યા, પરંતુ તે પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે અર્પિતા ખાન સાથેના સંબંધો અને બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.

અર્જુન કપૂરે વર્ષ 2012માં હીરો તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એક્ટર બનતા પહેલા જ તે અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો. અર્જુન કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં અર્પિતાને પોતાનો પહેલો પ્રેમ ગણાવ્યો હતો. અર્જુન કપૂરે કહ્યું હતું કે જ્યારે મેં અર્પિતાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે હું માત્ર 18 વર્ષનો હતો. આ સમયે મારું વજન લગભગ 140 કિલો હતું.

બોમ્બે ટાઈમ્સને આપેલા પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યું કે, અર્પિતા ખાન અને હું ગંભીર રિલેશનમાં હતા. ત્યારે હું 18 વર્ષનો હતો અને હું સલમાન ભાઈની ખૂબ નજીક હતો. ત્યારે ભાઈજાનની ફિલ્મ મૈંને પ્યાર ક્યૂં કિયાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે સમયે હું અર્પિતાને મળ્યો અને અમારું અફેર શરૂ થયું. મેં પરિવારને બધી વાત કહી હતી. દરેક વ્યક્તિ સારી રીતે વર્તી રહી હતી.

અર્પિતા ખાન સાથેના બ્રેકઅપની વાત કરતા અર્જુન કપૂરે કહ્યું કે, હું સલમાન ખાનની ફિલ્મ સલામ-એ-ઇશ્કમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. મારી પાસે એક ગર્લફ્રેન્ડ હતી. તે સમયે મને લાગ્યું કે મારું જીવન સેટ થઈ ગયું છે. પરંતુ પછી અચાનક અમે જુદા પડ્યા.

તેણે કહ્યું કે, જ્યારે અર્પિતા અને મારું બ્રેકઅપ થયું ત્યારે હું 22 વર્ષનો હતો. એક દિવસ અચાનક અર્પિતા મારી પાસે આવી અને મને ચાલ્યા જવાનું કહ્યું. તેણીએ અચાનક મારી સાથે સંબંધ તોડી નાખ્યો. હું ખૂબ ભાંગી પડ્યો.

હું મૂંઝવણમાં હતો કે આગળ શું થશે અને મારા માટે ભવિષ્ય શું છે. જો કે, બ્રેકઅપ પછી પણ હું સલમાનભાઈને મળતો હતો અને તેઓ મારા માટે મોટા ભાઈ જેવા હતા.

અર્જુન કપૂરે કહ્યું કે, અર્પિતા ખાન સાથે બ્રેકઅપ બાદ હું ખૂબ જ ભાંગી ગયો હતો. મારું વધેલું વજન અને ફૂલેલું શરીર જોઈને મને એવું લાગવા લાગ્યું કે લોકો મારાથી દૂર જતા રહે છે. આ સ્થિતિમાં બ્રેકઅપ પછી મેં મારી ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મારી જીવનશૈલી બદલી. બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર કર્યો. પછી ધીમે ધીમે હું જીવનમાં આગળ વધ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X