For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે FWICEએ શ્રેયા ઘોષાલ અને સૈફ અલી ખાનને આપી ચેતવણી, જાણો કેમ?

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ (FWICE) એ પણ બોલિવુડ કલાકારોને પણ પાકિસ્તાનમાં કે પાકિસ્તાની આયોજકો સાથે કામ કરવાની મનાઈ કરી છે.

|
Google Oneindia Gujarati News

કાશ્મીરથી આર્ટિકલ 370ને હટાવાયા બાદ પાકિસ્તાન ઘણુ અકળાયેલુ છે. એવામાં ભારત અને પાક વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. પાકિસ્તાની નેતાઓ ઉપરાંત પાકિસ્તાની ફિલ્મી કલાકાર અને ક્રિકેટર્સે પણ ભારત વિશે ઘણુ આડા અવળા નિવેદનો આપ્યા છે. એવામાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ (FWICE) એ પણ બોલિવુડ કલાકારોને પણ પાકિસ્તાનમાં કે પાકિસ્તાની આયોજકો સાથે કામ કરવાની મનાઈ કરી છે.

હવે FWICEએ શ્રેયા ઘોષાલ અને સૈફ અલી ખાનને આપી ચેતવણી

હવે FWICEએ શ્રેયા ઘોષાલ અને સૈફ અલી ખાનને આપી ચેતવણી

લેટેસ્ટ મામલે તેણે અભિનેતા સૈફ અલી ખાન અને ગાયિકા શ્રેયા ઘોષાલને ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં કે પાકિસ્તાની આયોજકોના પ્રોગ્રામમાં પર્ફોર્મ નહિ કરવાનું. આ પહેલા સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે ઘોષણા કરી છે કે તે હૉસ્ટરનમાં આગી સપ્તાહે (21 સપ્ટેમ્બર) યોજાનારા એક સંગીત સમારંભમાં ભાગ નહિ લે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં યોજાનાર આ કાર્યક્રમના આયોજક પાકિસ્તાની રેહાન સિદ્દીકી છે.

દિલજીત દોસાંઝ પણ નહિ જાય યુએસ...

દિલજીત દોસાંઝ પણ નહિ જાય યુએસ...

આ પહેલા ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝે વિદેશ મંત્રાલયને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે સરકાર દિલજીત દોસાંઝને અમેરિકામાં પર્ફોર્મ માટે આપવામાં આવેલા વિઝા રદ કરી દે. ત્યારબાદ દિલજીત દોસાંઝે કાર્યક્રમને સ્થગિત કરવાનુ એલાન કર્યુ છે.

આ પણ વાંચોઃ અભ્યાસ મુજબ આ ઉંમરે વ્યક્તિ પાસે હોય છે સૌથી વધુ આત્મવિશ્વાસઆ પણ વાંચોઃ અભ્યાસ મુજબ આ ઉંમરે વ્યક્તિ પાસે હોય છે સૌથી વધુ આત્મવિશ્વાસ

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

હવે ફેડરેશને સૈફ અલી ખાન અને સિંગર શ્રેયા ઘોષાણને પણ ચેતવણી જારી કરી છે. વાસ્તવમાં સૈફ અલી ખાન અને શ્રેયા ઘોષાલ પણ તે પાકિસ્તાની ઑર્ગેનાઈઝર રેહાન સિદ્દીકી માટે પર્ફોર્મ કરવા જઈ રહ્યા છે અને એટલા માટે ફેડરેશને તેમને પર્ફોર્મ નહિ કરવા માટે કહ્યુ છે.

મીકા સિંહ પર લગાવ્યો હતો પ્રતિબંધ

મીકા સિંહ પર લગાવ્યો હતો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે આ પહેલા પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફના એક સંબંધીના ત્યાં લગ્નના ફંક્શનમાં પર્ફોર્મ કરવા માટે સિંગર મીકા સિંહ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બાદમાં મીકાએ માફી માંગ્યા બાદ તેમના પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો.

English summary
FWICE have now turned their guns at anyone who performs in Pakistan or for Pakistanis across the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X