આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી, ઘણા સપ્તાહથી જેલમાં છે બંધ
બૉમ્બે હાઈકોર્ટ આજે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે.
મુંબઈઃ બૉમ્બે હાઈકોર્ટ આજે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ રેડ બાદથી જેલમાં બંધ છે. ત્યારબાદ આર્યન ખાને જામીન અરજી પર ત્વરિત સુનાવણી માટે બૉમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. નોંધનીય વાત છે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રૉપિક સબ્સટન્સ એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી 20 ઓક્ટોબરે ફગાવી દીધી હતી અને 30 ઓક્ટોબર સુધી માટે તેમની ન્યાયિક કસ્ટડી વધારી દીધી હતી.

દોસ્ત અરબાઝ મર્ચન્ટ પણ જેલમાં
આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે અમે કોર્ટને કહ્યુ છે કે કેસની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થવી જોઈએ પરંતુ જજે તેના માટે ઈનકાર કરી દીધો. આર્યન ખાનના દોસ્ત અરબાઝ મર્ચન્ટના વકીલે કહ્યુ કે અમારી એનડીપીએસે અમારી અરજીને ફગાવી દીધી છે, અમે બૉમ્બે હાઈકોર્ટ જઈશુ. તમને જણાવી દઈએ કે અરબાઝ મર્ચન્ટ પણ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે.
2 ઓક્ટોબરથી કસ્ટડીમાં છે આર્યન
રિપોર્ટ મુજબ આર્યન ખાનની જામીન અરજીને સીરિયલ નંબર 57માં લિસ્ટ કરવામાં આવી છે જ્યારે અરબાઝ મર્ચન્ટના કેસને સીરિયલ નંબર 64માં લિસ્ટ કરવામાં આવ્યો છે. એનસીબી આ કેસમાં બંનેની જામીન અરજીનો વિરોધ કરશે. નોંધનીય વાત એ છે કે આર્યન ખાન ત્રણ સપ્તાહથી વધુ સમયથી જેલમાં બંધ છે. 21 ઓક્ટોબરે શાહરુખ ખાન દીકરા આર્યન સાથે મુલાકાત કરવા માટે મુંબઈ સ્થિત આર્થર રોડ જેલમાં પહોંચ્યા હતા. આર્યન ખાનને એનસીબીની ટીમે 2 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં એનસીબીની ટીમે 2 ઓક્ટોબરે ક્રૂઝ શિપ પર રેડ પાડી હતી જ્યાં કથિત રીતે એક રેવ પાર્ટી ચાલી રહી હતી.
અત્યાર સુધી 20 લોકોની ધરપકડ
એનસીબીના અધિકારીઓએ અત્યાર સુધી આ કેસમાં કુલ 20 લોકોને પકડ્યા છે. એનસીબીની ટીમ આ કેસની તપાસ કરી રહી છે અને ઘણા લોકોની આ વિશે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલમાં અભિનેત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેને ગયા સપ્તાહે બે વાર પૂછપરછ માટે એનસીબીની ઑફિસમાં બોલાવવામાં આવી હતી. આર્યન ખાનના ફોન પર વૉટ્સએપ ચેટના આધારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
