કરણ જોહરની ફિલ્મમાં આર્યન ખાન અને સારા અલી ખાની જોડી

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ ટાઉનની લેટેસ્ટ ખબર એ છે કે, સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન જલ્દી જ કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૂખના દિકરા આર્યન ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. થોડા દિવસો પહેલાં એવી ખબર આવી હતી કે, સારા અલી ખાન હૃતિક રોશન સામે ડેબ્યૂ કરશે, પરંતુ આ સમાચાર ખોટા સાબિત થયા. જો બધું યોજના અનુસાર પાર પડ્યું, તો કરણ જોહરની આગામી ફિલ્મમાં દર્શકોને આર્યન-સારાની જોડી જોવા મળશે. આર્યન ખાન હાલ લોસ એન્જલસની યુનિવર્સિટીમાં એક્ટિંગ કોર્સ કરી રહ્યો છે, જે પૂરો થયા બાદ આ અંગે ફાઇનલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

aryan sara

ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદે તેમની લેટેસ્ટ કોલમમાં જણાવ્યું છે કે, 'કરણ જોહરે સારાને તેના ડેબ્યૂ માટે થોડી વધારે રાહ જોવાનું કહ્યું છે, કારણ કે કરણના મનમાં તેના ડેબ્યૂ અંગે મોટી યોજના છે. જે કરણ જોહરની આર્યન ખાન સાથેની આગામી ફિલ્મ હોઇ શકે. આર્યન ખાન લોસ એન્જલસથી એક્ટિંગ કોર્સ કરીને પરત ફરે ત્યાર બાદ કરણ જોહર તેને પોતાની આગામી ફિલ્મમાં લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છે.'

Must Read - #StarKids:2016માં સોશિયલ મીડિયા પર આમણે કર્યું રાજ!

જો આ ખબર સાચા હોય તો શાહરૂખ અને સૈફ, બંન્નેના ફેન્સ માટે ખૂબ ખુશીની વાત છે. જો કે, આ અંગે હજુ કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી. પરંતુ થોડા સમય પહેલાં જ શાહરૂખે આર્યનના બોલિવૂડ ડેબ્યૂની હિન્ટ આપતાં કંઇક આવું કહ્યું હતું.

અહીં વાંચો - "રણબીર કપૂરની હાલત ખરાબ છે, તે રોજ મને ફોન કરે છે.."

"આર્યન હવે ફિલ્મ સ્કૂલમાં જઇ રહ્યો છે, આથી હું એને ઘણા બધી ફિલ્મો બતાવી રહ્યો છું. મેં એક આખું અલગ ફોલ્ડર બનાવ્યું છે, જેમાં તમામ ક્લાસિક ઇંગ્લિશ ફિલ્મો જેવી કે, અનટચેબલ્સ, ગુડફેલાસ અને માઇકલ ડગ્લાસની ફોલિંગ ડાઉન ફિલ્મો છે. અત્યારે તો હું એને ઇંગ્લિશ ફિલ્મો બતાવી રહ્યો છું, પરંતુ મેં ક્લાસિક હિંદી ફિલ્મોનું પણ એક ફોલ્ડર રેડી કર્યું છે. જેમાં શોલે, દો આંખે બારહ હાથ અને દેવદાસ- મારી અને દિલીપકુમારની બંન્ને ફિલ્મો છે. હું ઇચ્છું છું કે તે વધુ ને વધુ ફિલ્મો જુએ અને તે જોઇ પણ રહ્યો છે."

English summary
Shahrukh Khan's son Aryan Khan & Saif Ali Khan's daughter Sara Ali Khan to debut in Bollywood in Karan Johar's upcoming venture.
Please Wait while comments are loading...