બિગ બૉસ ચાલુ રાખવાં અસીમને હાંકી કઢાયાં
મુંબઈ, 3 નવેમ્બર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસની સીઝન 6 શાંતિપૂર્વક ચાલતો રહે તેથી જ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને શોમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. હા જી. માહિતી મળી છે કે રામદાસ આઠવલેના નેતૃત્વ હેઠળ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા એટલે કે આરપીઆઈ કાર્યકરોએ શોના શુટિંગ સ્થળે ધરણા કર્યા હતાં અને જણાવ્યુ હતું કે જો શોમાંથી અસીમને હાંકી નહિં કાઢવામાં આવે, તો તેઓ શો ચાલવા નહિં દે કારણ કે તેમની નજરે અસીમ ત્રિવેદી દેશદ્રોહી છે.

જોકે શોવાળાઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. અસીમ ત્રિવેદીએ જણાવ્યું કે તેઓ ઘરમાં બોર થઈ ગયા હતાં. તેથી તેઓ બહાર જઈ રહ્યાં છે અને તેમનું કામ થઈ ગયું છે. તેથી હવે તેઓ બહાર જઈ રહ્યાં છે.
નોંધનીય છે કે બિગ બૉસ 6ના ખેલાડી બનનાર કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે તેઓ કોઈ કૉમેડિયન તો નથી કે લોકોનું મનોરંજન કરે. તેઓ એક સામાન્ય માણસ છે કે જે આડી-અવળી આકૃતિઓ વડે સાચું કહેવાનો પ્રયત્ન કરે છે અને તેમનો આ પ્રયત્ન બિગ બૉસ હાઉસમાં પણ ચાલુ રહેશે, કારણ કે તેઓ એક કાર્ટૂનિસ્ટ છે કે જે કાયમ પોતાનું કામ કરતો રહે છે. અસીમે જણાવ્યું હતું કે તેઓ બિગ બૉસ હાઉસમાં પણ લોકોની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનો જોશ ભરતાં રહેશે.












Click it and Unblock the Notifications
