લગ્ન નથી કર્યાં, પણ પ્રેમમાં છે અસીન થોટ્ટુમકલ
મુંબઈ, 8 માર્ચ : કેરળની ગર્લ અસીન કે જે બૉલીવુડની ટોચની અભિનેત્રોમાં છે, તેઓ આજકાલ પોતાના લગ્ન અંગે ચર્ચામાં છે. જાણવા મળ્યા મુજબ અસીન થોટ્ટુમકલે એક અમેરિકા બેઝ્ડ બિઝનેસમૅન સાથે લગ્ન કરી લીધાં છે, જ્યારે અસીને પોતે આ અંગે કંઈ પણ ખુલાસો કર્યો નથી.

અસીને ગત વર્ષે અક્ષય કુમાર સાથે ખિલાડી 786 ફિલ્મ કરી હતી કે જે બૉક્સ ઑફિસે હિટ રહી હતી, પરંતુ તે પછી અસીને કોઈ નવી ફિલ્મ સાઇન કર નથી. ખિલાડી 786 બાદ અસીને જણાવ્યું કે તેમને હવે બ્રેકની જરૂર છે. આવું તેઓ સતત કહેતાં આવ્યાં છે, પરંતુ અસીનના લગ્નના સમાચારે ફરી એક વાર તેમને ચર્ચામાં લાવી દીધાં છે.
અસીનના એક નજીકના સૂત્રે જણાવ્યું - અસીન પ્રેમમાં હોઈ શકે, પરંતુ તેઓ અત્યારે લગ્ન નથી કરવાનાં, કારણ કે તેઓ હજુ વધુ ફિલ્મો કરવા માંગે છે. જોકે હવે તેઓ કેટલાક ચુનંદા પ્રકારના રોલ જ કરશે.
નોંધનીય છે કે અસીને પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જેટલીય ફિલ્મો કરી છે, તેમાં મોટાભાગની ફિલ્મોનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થયો છે. એવામાં અસીનનો લગ્ન કરવાનો નિર્ણય કોઈને સમજાતું નથી. અસીને બૉલીવુડમાં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ગઝની સાથે પ્રવેશ કર્યો હતો અને રાતોરાત સ્ટાર બની ગયા હતાં. પછી અસીને સલમાન ખાન સાથે રેડી, અક્ષય કુમાર સાથે હાઉસફુલ 2, ખિલાડી 786 અને અજય દેવગણ સાથે બોલ બચ્ચન જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
