અટલ બિહારી વાડપેયીની બનશે બાયોપિક, પંકજ ત્રિપાઠી નિભાવશે લીડ રોલ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમની રાજકીય સફરમાં ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. હાલમાં જ તે જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી ચાહકો મૂંઝવણમાં હતા કે કયો અભિનેતા તેનું પાત્ર ભજવવ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમની રાજકીય સફરમાં ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. હાલમાં જ તે જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી ચાહકો મૂંઝવણમાં હતા કે કયો અભિનેતા તેનું પાત્ર ભજવવાની જવાબદારી નિભાવશે. પરંતુ હવે મેકર્સે તેના પરથી પડદો ઉઠાવી લીધો છે.

પંકજ ત્રિપાઠી નિભાવશે અટલજીનુ કીરદાર
ફિલ્મનું ટાઇટલ છે- 'મે રહુ યા ના રહુ, યે દેશ રહેના ચાહીયે- અટલ'. આ ફિલ્મની વાર્તા અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવન પર આધારિત છે. હવે તેમના જીવનને પડદા પર દર્શાવવાની જવાબદારી તેજસ્વી અભિનેતા પંકજ ત્રિપાઠીને આપવામાં આવી છે. શુક્રવારે નિર્માતાઓએ આ જાહેરાત કરી હતી.

પંકજ ત્રિપાઠીએ ખુશી વ્યક્ત કરી
પંકજ ત્રિપાઠીએ આટલી મોટી વ્યક્તિ અને રાજનેતાની ભૂમિકા નિભાવવાની જવાબદારી મળવા પર ખુશી વ્યક્ત કરી છે. અભિનેતાએ કહ્યું, 'પડદા પર આવા રાજકારણીની ભૂમિકા ભજવવી એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર એક રાજકારણી જ નહોતા, પરંતુ તેઓ દેશ માટે તેનાથી પણ વધુ હતા. મહાન લેખક અને પ્રખ્યાત કવિ. હું ભાગ્યશાળી છું કે હું તેમને પડદા પર રજૂ કરું છું. હું આ પાત્રને સારી રીતે નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
આ ફિલ્મની જાહેરાત 28 જૂન 2022ના રોજ કરવામાં આવી હતી. પરંતુ નિર્માતાઓએ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે માહિતી જાહેર કરી નથી. ત્યારથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે અટલજીની ભૂમિકા કોણ ભજવશે. હવે મેકર્સે પાત્રની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. મળતી માહિતી મુજબ, રવિ જાધવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે. એટલે કે ફિલ્મની રિલીઝ માટે ચાહકોએ લાંબો સમય રાહ જોવી પડશે.












Click it and Unblock the Notifications
