અથિયા અને કેએલ રાહુલ એકસાથે ઈંગ્લેન્ડમાં, સુનીલ શેટ્ટીએ કહ્યુ - બંને સારા કપલ લાગે છે ને!!
અટકળો લગાવવામાં આવી રહી છે કે અથિયા અને કેએલ રાહુલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. હાલમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી લંડનમાં છે.
નવી દિલ્લીઃ ફિલ્મ સ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચે અફેરના સમાચારો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે. બંનેને હાલમાં જ એકસાથે એડ ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. એટલુ જ નહિ સુનીલ શેટ્ટીને પણ કેએલ રાહુલ સાથે વર્કઆઉટ કરતા જોવામાં આવ્યા હતા. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે અથિયા અને કેએલ રાહુલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. હાલમાં કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી લંડનમાં છે જ્યાંથી બંનેના ફોટા પણ એકસાથે સામે આવ્યા છે ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન અથિયા અને કેએલ એકસાથે હતા.

ઈંગ્લેન્ડના પ્રવાસે સાથે
રિપોર્ટ અનુસાર અથિયાને પોતાની પાર્ટનર તરીકે કેએલ રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે લિસ્ટ કરી હતી. નિયમ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓએ પોતાના પાર્ટનરને સાથે લઈ જવા માટે ટીમ મેનેજમેન્ટને પહેલા જ સૂચિત કરવાનુ હોય છે. અથિયા અને કેએલ વચ્ચે રિલેશનના સમાચાર વચ્ચે સુનીલ શેટ્ટીનુ પણ એવુ નિવેદન સામે આવ્યુ છે જેમાં અથિયા અને કેએલ વચ્ચેના રિલેશનને હવા મળી રહી છે. બૉમ્બે ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન સુનીલ શેટ્ટીએ કહ્યુ કે અથિયા ઈંગ્લેન્ડમાં છે પરંતુ તે પોતાના ભાઈ અહાન સાથે છે. ભાઈ-બહેન ત્યાં ફરવા ગયા છે બાકીની માહિતી તમે એમની પાસે લઈ શકો છો.

હાલમાં જ સામે આવ્યો હતો વીડિયો
થોડા દિવસ પહેલા સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે અહાન અને કેએલ સાથે જિમમાં વર્કઆઉટ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો વિશે સુનીલ શેટ્ટીએ કહ્યુ કે અહાન અને રાહુલ દોસ્ત છે. મારો મેસેજ એ બંને માટે હતો, રાહુલ મારા મનગમતા ક્રિકેટર્સમાંના એક છે. તમને જણાવી દઈએ કે અથિયા અને કેએલ રાહુલ એક ચશ્માની કંપનીનો પ્રચાર કરે છે અને બંને એકસાથે એડમાં દેખાય છે.

બંને સાથે સારા દેખાય છે ને!
જ્યારે સુનીલ શેટ્ટીને અથિયા અને કેએલ રાહુલ વચ્ચે રિલેશન વિશે પૂછવામાં આવ્યુ તો સુનીલ શેટ્ટીએ કહ્યુ કે સારુ રહેશે કે આના વિશે તમે એમને જ પૂછો. જ્યાં સુધી જાહેરાતની વાત છે તો આ આંતરરાષ્ટ્રીય બ્રાંડ છે અને કંપનીઓ એ બંનેને લેવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે બંને એકસાથે જબરદસ્ત દેખાય છે. બંને સારા દેખાતા કપલ છે ને. જાહેરાતની દ્રષ્ટિએ આ ખૂબ જ જબરદસ્ત છે. હું એ જરૂર કહેવા માંગીશ કે તે બંને એકસાથે સારા લાગે છે, એ જાહેરાતમાં.

ફિલ્મી કરિયર
ફિલ્મોની વાત કરીએ તો સુનીલ શેટ્ટીને હાલમાં જ સંજય ગુપ્તાની ફિલ્મ મુંબઈ સાગામાં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ, ઈમરાન હાશમી, કાજલ અગ્રવાલ, પ્રતીક બબ્બર, મહેશ માંજરેકર પણ છે. આ ઉપરાંત સુનીલ શેટ્ટી તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. વળી, અથિયા શેટ્ટીની વાત કરીએ તો તેને છેલ્લી વાર 2019માં મોતીચૂર કે લડ્ડુ ફિલ્મમાં જોવામાં આવી હતી. ત્યારબાદ તે ફૂટબૉલર અફશાન આશિકની બાયોપિક હોપ સોલોમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા નિભાવશે.












Click it and Unblock the Notifications
