For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : જાણો દીપિકા પાદુકોણે વિશે 10 Unknown Facts

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 જાન્યુઆરી : સેક્સી અને સ્ટાઇલિશ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે આજે 29 વર્ષના થઈ ગયાં. શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાને આ ફિલ્મ માટે ફિલ્મફૅરનો બેસ્ટ ફીમેલ ડેબ્યુટનો ઍવૉર્ડ મળ્યો હતો. દીપિકાના જન્મ દિવસે આજે અમે આપને જણાવીશું દીપિકાના જીવન સાથે જોડાયેલ 10 એવી રસપ્રદ અને વણજાણેલી બાબતો કે જેના અંગે કદાચ કોઈ નથી જાણતું.

દીપિકા પાદુકોણે વર્ષ 2012ના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક રહ્યાં. તેમણે કૉકટેલ જેવી હિટ ફિલ્મ આપી, તો 2013માં તેઓ નંબર વન બૉલીવુડ અભિનેત્રી રહ્યાં. વર્ષ 2013 દીપિકાના બૉલીવુડ કૅરિયરનું સૌથી સફળ વર્ષ રહ્યું કે જેમાં તેમણે રેસ 2, યે જવાની હૈ દીવાની, રામલીલા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ચાર-ચાર સફળ ફિલ્મો આપી. 2014માં પણ દીપિકાએ ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર જેવી સફળ અને સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. દીપિકા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા બાદથી જ અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યાં. તેમાં રણબીર કપૂર સાથે અફૅર અને પછી બ્રેકઅપ ચર્ચામાં રહ્યું, તો હાલમાં રણવીર સિંહ સાથેના રોમાંસના કારણે દીપિકા પાદુકોણે ચર્ચામાં છે.

ફિલ્મોમાં આવતા અગાઉ દીપિકા એક સફળ મૉડેલ હતાં. હિમેશ રેશમિયાના ગીત નામ હૈ તેરા... પછી તેઓનો ચર્ચિત ચહેરામાં સમાવેશ થઈ ગયો. કિંગફિશરના પાંચમા ફૅશન ઍવૉર્ડ્સમાં તેમને ફીમેલ મૉડેલ ઑફ ધ ઈયરના ખિતાબથી નવાજાયાં. સાથે જ 2006માં તેમની કિંગફિશરની સ્વિમસૂટર કૅલેન્ડર માટે પસંદગી કરાઈ અને પછી તેમને આઇડિયા ઝી ફૅશન ઍવૉર્ડ્સમાં ફીમેલ મૉડેલ ઑફ ધ ઈયર તથા ફ્રેશ ફેસ ઑફ ધ ઈયરનો ઍવૉર્ડ મળ્યો.

દીપિકા પાદુકોણેનો જન્મ 5મી જાન્યુઆરી, 1986ના રોજ ડેનમાર્કના કૉપેનહેગન ખાતે થયો હતો. તેમના પિતા પ્રકાશ પાદુકોણે એક જાણીતાં બૅડમિન્ટન પ્લેયર છે.

આવો દીપિકાની તસવીરો સાથે જાણીએ તેમના અંગે Unknown Facts :

ડેન્માર્કમાં જન્મ

ડેન્માર્કમાં જન્મ

દીપિકાનો જન્મ ડેન્માર્કના કૉપેનહેગન ખાતે 5મી જાન્યુઆરી, 1986ના રોજ થયો હતો. દીપિકા જાણીતા બૅડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણેના પુત્રી છે.

દાવર ડાન્સ ટીચર

દાવર ડાન્સ ટીચર

દીપિકાએ શ્યામક દાવર પાસેથી ડાંસ શીખ્યો છે.

પ્રથમ ફિલ્મ કન્નડ

પ્રથમ ફિલ્મ કન્નડ

દીપિકા પાદુકોણેની પ્રથમ ફિલ્મ કન્નડ હતી. તેનું નામ હતું ઐશ્વર્યા. આ ફિલ્મ સફળ નહોતી રહી. દીપિકાને સાચી ઓળખ હિન્દી ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા મળી. શાહરુખ ખાન સાથે દીપિકાની આ જોડી ખૂબ વખણાઈ.

એચએનવાયથી એચએનવાય

એચએનવાયથી એચએનવાય

દીપિકાની પહેલી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર હોત, કારણ કે ફરાહ ખાને દીપિકાને હૅપ્પી ન્યુ ઈયર માટે જ સાઇન કર્યા હતાં, પરંતુ પછી તેમણે ઓમ શાંતિ ઓમ માટે સાઇન કર્યાં અને આ ફિલ્મ દીપિકાની પહેલી ફિલ્મ બની ગઈ. જોકે ફરાહે હૅપ્પી ન્યુ ઈયરમાં પણ દીપિકાને જ લીધી.

ફૅવરિટ એક્ટર શાહરુખ

ફૅવરિટ એક્ટર શાહરુખ

દીપિકાના ફેવરિટ એક્ટર શાહરુખ ખાન છે અને તેમની સાથે જ તેમણે કૅરિયર શરૂ કર્યુ હતું. ઓમ શાંતિ ઓમ બાદ દીપિકાએ શાહરુખ સાથે ચેન્નઈ એક્સપ્રેસ અને હૅપ્પી ન્યુ ઈયરમાં પણ કામ કર્યું.

આ હતો પહેલો ડાયલૉગ

આ હતો પહેલો ડાયલૉગ

ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં દીપિકાનો પહેલો ડાયલૉગ હતો - કુત્તે કમીને, ભગવાન કે લિએ મુઝે છોડ઼ દો.

આ છે ફૅવરિટ અભિનેત્રીઓ

આ છે ફૅવરિટ અભિનેત્રીઓ

દીપિકાના મનપસંદ અભિનેત્રીઓ છે માધુરી દીક્ષિત, શ્રીદેવી અને કાજોલ.

આ પણ ફૅવરિટ

આ પણ ફૅવરિટ

દીપિકાને મૅટ્રિક્સ તથા ચાર્લીસ એંજલ્સ જોવા ખૂબ ગમે છે.

હીરોઇન નહોતા બનવા માંગતા

હીરોઇન નહોતા બનવા માંગતા

બાળપણમાં દીપિકા હીરોઇન બનવા નહોતા માંગતાં. તેમણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તેઓ ક્યારેક એક્ટિંગમાં પગ મુકશે, પરંતુ કિસ્મતે તેમના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યુ હતું.

બૅડમિંટન ખેલાડી

બૅડમિંટન ખેલાડી

દીપિકા દસમા ધોરણ સુધી પોતે પણ બૅડમિન્ટન રમતા હતાં.

English summary
Deepika Padukone turns 29 today. he made her debut with Farah Khan's Om Shanti Om, along with Shahrukh Khan. Deepika is no 1 actress of bollywood at this time. Deepika Padukone was a very successful model before entering into films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X