ફેન્સ માટે બાહુબલી સ્ટારની જબરદસ્ત સરપ્રાઈઝ, બે દિવસ બાદ ધમાકો

બાહુબલી સ્ટાર પ્રભાસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન તેમણે પોતાના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો છે.

બાહુબલી સ્ટાર પ્રભાસ હાલમાં પોતાની આવનારી ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન તેમણે પોતાના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રભાસે ટ્વિટર પર લોકોને દશેરાની શુભકામનાઓ આપતા લખ્યુ કે તે પોતાના જન્મદિવસના પ્રસંગે ફેન્સને સરપ્રાઈઝ આપવાના છે. આ સરપ્રાઈઝ શું હશે, તેના વિશે કોઈ પાક્કા સમાચાર તો નથી પરંતુ સૂત્રોની માનીએ તો 23 ઓક્ટોબર એટલે કે પ્રભાસના જન્મદિવસ પર તેમની ફિલ્મ સાહોનું પહેલુ ટીઝર રિલીઝ કરવામાં આવશે.

prabhas

ફેન્સ ઘણા લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પોતાના ગયા જન્મદિવસ પર પ્રભાસે સાહોના ફર્સ્ટ લુક શેર કર્યો હતો. સૂત્રોની માનીએ તો સાહો એક્શન મામલે બાહુબલીથી પણ મોટી ફિલ્મ સાબિત થવાની છે. ફિલ્મના એક્શન સીન્સને અબુ ધાબીમાં ફિલ્માવામાં આવ્યા છે. આ સાઉથની સૌથી મોટી ફિલ્મોમાં શામેલ છે.

સાહોનું કુલ બજેટ 300 કરોડ છે અને આ બજેટનો અડધાથી વધુ હિસ્સો તેના એક્શન સીન પર ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, મહેશ માંજરેકર જેવા અભિનેતાઓ દેખાશે. ફિલ્મનું નિર્દેશન સુજીત કરી રહ્યા છે. બાકી ફિલ્મોની જેમ શ્રદ્ધા અહીં માત્ર ગીત કે ડાંસ માટે નહિ હોય. પરંતુ પ્રભાસે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે આખી ફિલ્મ શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી આગળ વધશે. આ તેમની જ કહાની હશે. ફિલ્મ 2019 માં તમિલ, તેલુગુ અને હિંદી ભાષામાં રિલીઝ કરવામાં આવશે. પરંતુ અત્યારે તો રાહ જોવાઈ રહી છે 23 ઓક્ટોબરની.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X