Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બૅડ હવે મૈં ઔર ચાર્લ્સ : રણદીપનો ચાર્લ્સ શોભરાજ અવતાર

મુંબઈ, 23 જાન્યુઆરી : બૉલીવુડના જાણીતા અભિનેતા રણદીપ હુડાની ફિલ્મ બૅડનું નામ હવે મૈં ઔર ચાર્લ્સ કરી દેવામાં આવ્યું છે. બૉલીવુડમાં ચર્ચા છે કે પ્રવાલ રમણ ચાર્લ્સ શોભરાજ ઉપર એક ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં રણદીપ હુડા ચાર્લ્સ શોભરાજના પાત્રને જીવંત કરતાં નજરે પડશે.

નોંધનીય છે કે આ અગાઉ આ ફિલ્મનું નામ બૅડ રાખવામાં આવ્યુ હતું, પરંતુ હવે તે મૈં ઔર ચાર્લ્સ નામે રિલીઝ થશે. કહે છે કે ફિલ્મની વાર્તા મહાઠગ-હત્યારો ચાર્લ્સ શોભરાજના 1996માં દિલ્હીની તિહાર જેલ બ્રેક કાંડ પર આધારિત છે. આ કેસની તપાસ આઈપીએસ આમોદ કંઠે કરી હતી. પ્રવાલ રમણે આ ફિલ્મ બનાવવા માટેના રાઇટ્સ આમોદ કંઠ પાસેથી ખરીદ્યા છે. બિકિની કિલરના નામે જાણીતો ચાર્લ્સ શોભરાજ હત્યાના અનેક કેસમાં હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

આવો તસવીરો સાથે જાણીએ મૈં ઔર ચાર્લ્સ વિશે વધુ વિગતો :

બૅડ નહીં...

બૅડ નહીં...

સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજના જીવન પર નિર્મિત ફિલ્મનું નામ અગાઉ બૅડ હતું કે જે હવે મૈં ઔર ચાર્લ્સ કરવામાં આવ્યું છે.

રણદીપ શોભરાજ

રણદીપ શોભરાજ

મૈં ઔર ચાર્લ્સ ફિલ્મમાં રણદીપ હુડા ચાર્લ્સ શોભરાજનું પાત્ર ભજવી રહ્યાં છે.

પ્રવાલ રમણ દિગ્દર્શક

પ્રવાલ રમણ દિગ્દર્શક

મૈં ઔર ચાર્લ્સ ફિલ્મનું દિગ્દર્શન પ્રવાલ રમણ કરી રહ્યાં છે.

જેલ બ્રેક કાંડ

જેલ બ્રેક કાંડ

મૈં ઔર ચાર્લ્સની વાર્તા ચાર્લ્સ શોભરાજ દ્વારા આચરવામાં આવેલ તિહાર જેલ બ્રેક કાંડ પર આધારિત છે.

આમોદનો આધાર

આમોદનો આધાર

મૈં ઔર ચાર્લ્સના નિર્માણમાં જેલ બ્રેક કાંડની તપાસ કરનાર અધિકારી આમોદ કંઠની માહિતીનો આધાર લેવાયો છે.

રાઇટ્સ ખરીદ્યાં

રાઇટ્સ ખરીદ્યાં

પ્રવાલ રમણે આ ફિલ્મના નિર્માણ માટેના રાઇટ્સ આમોદ કંઠ પાસેથી ખરીદી લીધાં છે.

શૂટિંગ પૂર્ણ

શૂટિંગ પૂર્ણ

મૈં ઔર ચાર્લ્સ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ટુંકમાં જ તે રિલીઝ થવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X