‘પતિ અને પૈસા વિના મુશ્કેલ હતી જિંદગી', નીના ગુપ્તાએ ખોલ્યા જીવનના રાઝ

પોતાના દમદાર અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે.

પોતાના દમદાર અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે. હાલમાં જ આવેલી પોતાની બે ફિલ્મોની સફળતોને લુત્ફ ઉઠાવી રહેલી નીનાની જિંદગીમાં એક સમય એવો પણ હતો જ્યારે તેની પૈસા નહોતા. નીનાએ પોતાના આ મુશ્કેલ સફરનો ખુલાસો હાલમાં જ આપેલા એક ઈન્ટવ્યુમાં કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યુ કે પતિ કે કામ વિના તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે હાર ન માની.

નીનાએ કહ્યુ, ‘મારી જિંદગીની સફર ઘણી મુશ્કેલ રહી છે'

નીનાએ કહ્યુ, ‘મારી જિંદગીની સફર ઘણી મુશ્કેલ રહી છે'

નીના ગુપ્તાએ આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં કેરિયર અને પર્સનલ લાઈફની પોતાની સ્ટ્રગલ વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે પતિ અને સંબંધીઓ વિના તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નીના ગુપ્તાએ લગ્ન વગર એક પુત્રીને જન્મ આપ્યો અને તેનો ઉછેર કર્યો કે જે ભારતીય સમાજમાં મુશ્કેલ રહ્યુ. તેણે કહ્યુ, ‘મારી જિંદગીની સફર ઘણી મુશ્કેલ રહી છે. મારી પાસે પૈસા નહોતા. મે અનુભવ્યુ કે પૈસા આ દુનિયામાં સૌથી મહત્વના છે. મારી પાસે પતિ કે સંબંધીઓ કોઈ નહોતુ.'

વિવેક મહેરા સાથે 2008 માં કર્યા લગ્ન

વિવેક મહેરા સાથે 2008 માં કર્યા લગ્ન

‘એ ઘણુ મુશ્કેલ હતુ, પરંતુ મસાબાએ મને ઘણી ખુશી આપી છે, માતૃત્વની ખુશી. તે ખૂબ સમજુ દીકરી છે અને તેણે મને વધારે હેરાન નથી કરી. તેણે મને જે ખુશી આપી છે તે બાકી બધાથી વધુ હતી.' મસાબા ગુપ્તા નીના ગુપ્તા અને ક્રિકેટ લિજેન્ડ વિવિયન રિચર્ડ્ઝની પુત્રી છે. નીના અને વિવિયને ક્યારેય લગ્ન ન કર્યા અને અભિનેત્રીએ એકલા જ દીકરીનો ઉછેર કર્યો. નીના ગુપ્તાએ 2008 માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા.

સીરિયલોએ અપાવી નીના ગુપ્તાને ઓળખ

સીરિયલોએ અપાવી નીના ગુપ્તાને ઓળખ

કેરિયરની મુશ્કેલીઓ પર નીના ગુપ્તાએ કહ્યુ, ‘જ્યારે હું દિલ્લીથી અભિનેત્રી બનવા આવી ત્યારે માત્ર ફિલ્મો હતી, ટીવી નહિ. ફિલ્મોમાં કામ કરવુ સપનુ હોય છે. જ્યારે મને ફિલ્મોમાં કામ ન મળ્યુ તો મે ટીવી કર્યુ અને ત્યાં પણ બધા પ્રકારના પાત્રો નિભાવ્યા. ટીવીએ મને નામ, પૈસા અને શોહરત આપી.' ‘સાંસ', ‘સિસકી' અને ‘સાત ફેરો' જેવી સીરિયલોમાં દમદાર રોલ નિભાવી ચૂકેલ નીના ગુપ્તાએ જણાવ્યુ કે, ‘જ્યારે મને ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા ત્યારે મે ટીવી છોડી દીધુ. આજે મારી જે પણ ફેન ફોલોઈંગ છે તે ટીવીમાં કામ કરવાના કારણે છે.'

કામ માંગવા માટે કરી હતી પોસ્ટ

કામ માંગવા માટે કરી હતી પોસ્ટ

યોગ્ય રોલ ન મળવાનું કારણ અભિનેત્રીની ઉંમર ગણાવતા નીનાએ કહ્યુ કે, ‘વધુ રોલ નથી. મે હંમેશા કહ્યુ છે, એક ખાસ ઉંમર બાદ મહિલાનો રોલ શું હોય છે? બાળકો અને પરિવારની સંભાળ લેવી. ત્યારબાદ કોઈ રોલ નથી રહેતો. જ્યારે સમાજ બદલાશે, ત્યારે ઓનસ્ક્રીન વધુ રોલ હશે.' નીના ગુપ્તાએ એક વર્ષ પહેલા કામ માંગવા માટે એક પોસ્ટ પણ નાખી હતી.

‘બધાઈ હો' થી છવાઈ ગઈ નીના ગુપ્તા

‘બધાઈ હો' થી છવાઈ ગઈ નીના ગુપ્તા

તેમણે પોતાના બાયોડેટા બતાવતા લખ્યુ હતુ કે, ‘તેને સારા રોલની આશા છે.' ત્યારબાદ નીના ગુપ્તાની ઝોળીમાં ઘણા શાનદાર રોલ આવ્યા. ઓગસ્ટમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘મુલ્ક' ને દર્શકોએ ખૂબ પસંદ કરી અને હાલમાં રિલીઝ થયેલી ‘બધાઈ હો' પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ ચૂકી છે. નીના ગુપ્તા હવે જલ્દી અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડા સાથે ‘સંદીપ ઔર પિંકી ફરાર' માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X