Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બદલાપુર : જુઓ શ્વાસ અદ્ધર કરી દેનાર 12 સીન્સ...

મુંબઈ, 29 ડિસેમ્બર : બદલાપુર ફિલ્મનું ટીઝર થોડાક દિવસો અગાઉ રિલીઝ થઈ ગયું છે અને તેનું ટીઝર જોઈ સૌના શ્વાસ અદ્ધર થઈ ગયાં છે. ટીઝર જોયા બાદ લોકોનો ફિલ્મ પ્રત્યેનો ઇંતેજાર ઓર વધી ગયો છે. ટીઝરમાં વરુણ ધવન લોકોને ખૂબ જ ઇમ્પ્રેસ કરી રહ્યાં છે. ફિલ્મના નામ મુજબ જ વરુણ ધવન ટીઝરમાં પ્રતિશોધની જ્વાળામાં ધગધગતા દેખાઈ રહ્યાં છે.

બદલાપુર ફિલ્મમાં વરુણ ધવન રઘુ નામનું પાત્ર ભજવી રહ્યાં છે. બદલાપુર ફિલ્મ ઉપર હૉલીવુડ સીરિયલ ડેક્સ્ટરની છાપ પણ છે કે જ્યારે વરુણ ધવન એક પ્લાસ્ટિક કવર્ડ રૂમમાં ઊભા હોય છે. આ સીનમાં વરુણ ધવને શાનદાર પરફૉર્મન્સ આપ્યું છે. આ સીન માટે સરખો શ્રેય શ્રીરામ રાઘવનને પણ જાય છે કે જેઓ બદલાપુરનું દિગ્દર્શન કરી રહ્યાં છે.

20મી ફેબ્રુઆરીએ રિલીઝ થનારી બદલાપુરમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ લીડ રોલમાં છે. વરુણ ધવને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને તેમની છેલ્લી ફિલ્મ મૈં તેરા હીરો હતી. હવે વરુણ ધવન બદલાપુર દ્વારા ફરી એક વાર પોતાની ક્ષમતાને સાબિત કરશે, તેવી આશા સૌને છે.

ચાલો જોઇએ બદલાપુર ફિલ્મના 12 બ્રેથટૉકિંગ સીન્સ :

બે પાત્રો

બે પાત્રો

વરુણ ધવન બદલાપુરમાં 18 વર્ષના છોકરા અને 40 વર્ષના પિતાનો રોલ કરી રહ્યા છે. જ્યારે વરુણે આ રોલ બદલ શ્રીરામ રાઘવનને પ્રશ્ન કર્યો, તો તેમણે જવાબ આપ્યો કે તમારી પાસે નિર્દોષ આંખો છે કે જે મારા કૅરેક્ટરને મળતી આવે છે.

ચિસેલ્ડ એબ્સ

ચિસેલ્ડ એબ્સ

વરુણે પોતાના રોલ અંગે જણાવ્યું - ઇટ ડ્રેન્ડ મી. ફિલ્મમાં મારો રોલ પડકારજનક છે.

મર્ડર કી લેલા હૈ

મર્ડર કી લેલા હૈ

વરુણે કહ્યું - મારી પ્રથમ ત્રણ ફિલ્મોના રોલ મારી પર્સનાલિટીને એક્સટેંશન કરતા હતાં, પરંતુ બદલાપુરમાં પિતાનો રોલ કરતી વખતે મને અસલ જિંદગીનો અહેસાસ થયો.

દિવ્યા-વરુણનું લિપલૉક

દિવ્યા-વરુણનું લિપલૉક

વરુણે જણાવ્યું - બદલાપુરમાં મારુ પાત્ર ખૂબ જ મુશ્કેલ હતું. તે એક ઇમોશનલ એક્સપીરિયંસ હતું. ફિલ્મમાં દિવ્યા દત્તા સાથે લિપલૉક સીન કરતાં હું બિલ્કુલ સહજ હતો.

ભયંકર સીન

ભયંકર સીન

વરુણે જણાવ્યું - એક અભિનેતા શૈલીઓ સાથેનો અનુભવ ધરાવે છે. બદલાપુર ઇંડસ્ટ્રીમાં મારી ઇમેજ કરતા જુદી ફિલ્મ છે. મેં આ ફિલ્મ વડે પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે - વરુણ ધવન સાથે કામ કરતા મજા પડી. તેઓ કુશળ એક્ટર છે. હું શ્રીરામ રાઘવન સાથે પણ કામ કરવા માંગતો હતો.

બૅડ્ડી વર્સિસ હીરો

બૅડ્ડી વર્સિસ હીરો

વરુણે જણાવ્યું - એક અભિનેતા બનતા પહેલા, હું ગૅંગ્સ ઑફ વાસેપુર વડે શ્રીરામ રાઘવનને ઓળખતો હતો. હું જાણતો હતો કે મારે નવાઝુદ્દીન સાથે કામ કરવું છે. હું ભાગ્યશાળી છું કે મને રાઘવન અને સિદ્દીકી સાથે કામ કરવાની તક મળી.

વરુણનો લુક

વરુણનો લુક

વરુણે કહ્યું - મારો લુક હૈદરના શાહિદ કપૂર સાથે મળતો નથી આવતો. મેં બદલાપુર માટે મારા અવાજ સાથે પણ પ્રયોગ કર્યો છે કે જે ડિફિકલ્ટ હતું.

નવાઝુદ્દીનનું ટેરિફાઇંગ સીન

નવાઝુદ્દીનનું ટેરિફાઇંગ સીન

દિગ્દર્શક શ્રીરામ કહે છે - બદલાપુરની વાર્તા વરુણ-નવાઝની આજુબાજુ ફરે છે. ફિલ્મ પ્રતિશોધ પર આધારિત છે કે જેમાં યામી ગૌતમ, હુમા કુરૈશી અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં છે.

યામી ગૌતમ

યામી ગૌતમ

સારા યુવાનમાંથી ઘાતકી હીરો બનનાર રઘુ ઉર્ફે વરુણના નિઃસહાય પત્ની અને ગર્લફ્રેંડના રોલમાં છે યામી ગૌતમ.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હુમા કુરૈશી વેશ્યાનો રોલ કરી રહ્યા છે કે જેઓ વરુણ અને નવાઝુદ્દીન વચ્ચે સેતુનું કામ કરે છે.

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા

બદલાપુરમાં વરુણને કિસ કરતા દેખાનાર દિવ્યા દત્તા કહે છે - વરુણ અને નવાઝે ફિલ્મમાં અમેઝિંગ કામ કર્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X