BoxOffice:અક્ષય કુમારને પાછળ છોડી 200 કરોડની કમાણી કરી
વરુણ ધવન અને અલિયા ભટ્ટની બદ્રીનાથ કી દુલ્હનિયાનો બોક્સઓફિસ રિપોર્ટ ખૂબ દમદાર છે. આ ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી ગઇ છે.
શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા એ રિલિઝ સાથે બોક્સઓફિસ પર કમાલ કરી છે. રિલીઝના 24 દિવસોની અંદર ફિલ્મે વર્લ્ડવાઇડ 200 કરોડની આંકડો પાર કરી લીધો છે. ભારતમાં આ ફિલ્મનું ટોટલ કલેક્શન 114.24 કરોડે પહોંચ્યું છે.
બદ્રીનાથ કી દુલ્હનિયા વરુણ ધવન ની ત્રીજી 100 કરોડી ફિલ્મ છે(એબીસીડી 2, દિલવાલે), જ્યારે આલિયા ભટ્ટ ની આ બીજી 100 કરોડી ફિલ્મ છે(2 સ્ટેટ્સ). આથી કરણ જોહરના આ બંન્ને સ્ટૂડન્ટ્સ માટે તેમની આ ફિલ્મ હિટ જાય એ ખૂબ જરૂરી હતું. અહીં જાણો વર્ષ 2017ની સોથી વધુ કમાણી કરનાર અન્ય ફિલ્મો કઇ છે?

અક્ષય કુમાર પણ પાછળ
ઉલ્લેખનીય છે કે, વરુણ-આલિયાની આ ફિલ્મે અત્યાર સુધીમાં 155.55 ટકા નફો કર્યો છે. માત્ર 45 કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઇ છે. વર્લ્ડવાઇડ કલેક્શનમાં આ ફિલ્મે અક્ષય કુમારની જોલી એલએલબી 2ને પણ પાછળ છોડી દીધી છે. ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝની આ સતત ચોથી 100 કરોડી ફિલ્મ છે. એમએસ ધોની, એ દિલ હે મુશ્કિલ, જોલી એલએલબી 2 અને હવે બદ્રીનાથ કી દુલ્હનિયા.

બદ્રીનાથ કી દુલ્હનિયા
વરુણ-આલિયાની આ મજેદાર ફિલ્મે વિશ્વભરમાં 200.05 કરોડની કમાણી કરી હતી. વરુણ-આલિયાની ફિલ્મ ક્યૂટ રોમેન્ટિક લવ સ્ટોરી છે. કરણ જોહરના આ બંન્ને સ્ટૂડન્ટ્સને હિટ ફિલ્મની અત્યંત જરૂર હતી તથા દર્શકોને પણ આ બંન્નેની જોડી અત્યંત પસંદ છે. આ ફિલ્મ લવ સ્ટોરી હોવા છતાં, સ્ટોરીલાઇન ફ્રેશ હોવાને કારણે લોકોને ખૂબ પસંદ પડી છે. વર્લ્ડવાઇડ બોક્સઓફિસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં બદ્રીનાથ 26મા નંબરે છે.

રઇસ
શાહરૂખ ખાનની મહત્વાકાંક્ષી ફિલ્મ રઇસ અનેક ખોટા કારણોસર ચર્ચામાં રહી હતી. કાબિલ સાથેની ટક્કરથી માંડીને પાકિસ્તાની અભિનેત્રી સુધી અનેક મુદ્દાઓને લઇને આ ફિલ્મ ચર્ચામાં હતી. ઘણી જગ્યાએઓ ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ થઇ હતી. રઇસના ફિલ્મ પ્રમોશનમાં વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની સાથે જોડાયેલા વિવાદોમાં વધારો થયો હતો, પરંતુ આ તમામની શાહરૂખની ફિલ્મ પર જાણે સારી અસર થઇ. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 289.80 કરોડનું કલેક્શન નોંધાવ્યું છે.

કાબિલ
આ ફિલ્મ દ્વારા મોટા પડદે હૃતિક રોશનની ધમાકેદાર વાપસીની આશાઓ હતી. રાકેશ રોશનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ અને શાહરૂખની રઇસ વચ્ચે અનેક વાતોને લઇ હરીફાઇ હતી. આ ફિલ્મમાં હૃતિક રોશન અંધ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યો હતો, સાથે યામી ગૌતમ, રોનિત રોય અને રોહિત રોય જેવા દમદાર કલાકારો પણ આ ફિલ્મમાં હતા. આમ છતાં, શાહરૂખની ફિલ્મ સામે કાબિલ ભલે કમાણીમાં નબળી પડી હોય, પરંતુ આમ છતાં ફિલ્મે નોંધપાત્ર કમાણી કરી છે. કાબિલે વિશ્વભરમાં 209.50 કરોડની કમાણી કરી છે.

જોલી એલએલબી 2
અક્ષય કુમારની જોલી એલએલબી 2 ને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો. ફિલ્મ મજેદાર હોવા છતાં ઘણા લોકોને આ પહેલી ફિલ્મની સરખામણીએ થોડી નબળી લાગી હતી. પરંતુ ફિલ્મમાં અક્ષય કુમાર હોય અને ફિલ્મ ના ચાલે એવું તો બને જ કેમ? આ ફિલ્મે વર્લ્ડવાઇડ 180 કરોડનું કલેક્શન કર્યું છે.

અહીં વાંચો
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
