જાણો કેમ જશે સલમાન ખાનની બજરંગી ભાઇજાન હિટ!
જ્યોતિષીઓ જેમ હાથ જોઇને લોકોનું ભવિષ્ય જણાવી દેતા હોય છે તેમ ફિલ્મ જગતના એક્સપર્ટ ફિલ્મનું ટેલર જોઇને તેનું ભવિષ્ય ભાગી દેતા હોય છે કે આ ફિલ્મ સૂપર ડૂપર હિટ રહેશે કે ફ્લોપ.
વધુમાં ગઇ કાલે જ સલમાન ખાનની મચ અવેટેડ ફિલ્મ બજરંગી ભાઇજાનનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. અને ફિલ્મ જગતના એક્સપર્ટોએ આ ટીઝર જોઇને બજરંગી ભાઇજાન ફિલ્મનું ફ્યૂચલ સૂપર ડૂપર હિટ છે તેવું ભાખ્યું છે. તો જુઓ તે કયા કયા ફેક્ટર છે જે આ ફિલ્મને બનાવશે હીટ. જુઓ આ ફોટોસ્લાઇડર.

સલમાન ખાન લુક
વોન્ડેટ, એક થા ટાઇગર, કિંક આ તમામ ફિલ્મોમાં સલમાન ખાનનો રફ એન્ડ ટફ લૂક જોવા મળ્યો હતો અને દર્શકોએ પણ આ લૂકમાં સલમાન ખાનને ખૂબ જ પસંદ કર્યા હતા. વધુમાં બજરંગી ભાઇજાનમાં પણ સલમાન ખાનનો લૂક રફ એન્ડ ટફ છે. હલ્કી દાઢી, ગળામાં ચેન, કાનના બુટ્ટી, કપડા પણ રફટફ. જે જોતા આ ફિલ્મમાં લોકો સલમાનને ખૂબ પસંદ કરશે તેની ગેરંટી છે.

હિંદુસ્તાન પાકિસ્તાન
આ એક એવો ટોપિક છે જે હંમેશા લોકોને ફિલ્મોમાં જોવો ગમતો હોય છે. વધુમાં ભારત અને પાકિસ્તાન બન્નેમાં સલમાન ખાનના અનેક ફેન્સ છે.

બાળકી
આ ફિલ્મની સ્ટોરી એક બાળકી સાથે જોડાયેલી છે. આ એક એવો ઇમોશનલ એંગલે છે જે લોકોને જરૂરથી હિટ કરે છે. વધુમાં આ બાળકી આ ફિલ્મમાં મૂકબધિર છે અને ખૂબજ ક્યૂટ અને માસૂમ દેખાય છે જેનાથી લોકોને જરૂરથી તેનાથી ભાવનાત્મક રીતે જોડાશે.

સલમાન- નવાજુદ્દીન
સલમાન અને નવાજુદ્દીન પોત પોતાની રીતે સારા એક્ટર છે લોકોને આ બન્ને એક્ટર્સને જોવા ગમે છે. ત્યારે તેમનો કરિશ્મા પણ દર્શકો પર લાગશે.

બજરંગ બલી
આ ફિલ્મમાં સલમાન ખાન બજરંગ બલીના ભક્ત છે. ભગવાનનું નામ લઇને આજ સુધી સલમાનની જેટલી પણ ફિલ્મો આવી છે તેટલી હીટ થઇ છે.

કરિના- સલમાન
બોડીગાર્ડ ફિલ્મમાં લોકોને કરિના કપૂર અને સલમાન ખાનની કેમેસ્ટ્રી ખૂબ જ ગમી હતી. અને હવે લાંબા સમય બાદ ફરી આ બન્ને આ ફિલ્મમાં સાથે આવવાના છે. અને ટેલરમાં પણ તેમની જોડી જોવી ગમે તેવી છે.

સલમાન ખાનનો કેસ
હાલમાં સલમાન ખાને હીટ એન્ડ રન કેસમાં થોડીક રાહત મળી છે. સલમાન ખાન જેલ જતા જતા પાછા આવ્યા છે. ત્યારે સલમાન ખાનના ફેન્સ તેમની આ ફિલ્મને પ્રેમથી વધાવી લેશે તેવું લાગે છે

ઇદ
સલમાન ખાનની આજ સુધી જે જે ફિલ્મો ઇદના દિવસે રિલિઝ થઇ છે તેને બોક્સ ઓફિસ પર ટંકશાળા પાડી છે. અને આ કરિશ્મા ફરી એક વાર થાય તો નવાઇ નહીં કારણ કે આ ફિલ્મ પણ ઇદના દિવસે જ રિલિઝ થવાની છે.












Click it and Unblock the Notifications
