બપ્પી લહેરીના એ 10 લોકપ્રિય ગીતો, જેના માટે તેમને હંમેશા કરવામાં આવશે યાદ
આવો, જાણીએ બપ્પી લહેરીના સદાબહાર ગીતો જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે...
મુંબઈઃ 69 વર્ષની ઉંમરમાં બૉલિવુડના દિગ્ગજ સંગીત નિર્દેશક અને ગાયક બપ્પી લહેરીનુ નિધન થઈ ગયુ. બપ્પી લહેરીનો ઈલાજ મુંબઈની એક હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. બપ્પી લહેરીના નિધનના સમાચારથી આખા દેશમાં શોકની લહેર આવી ગઈ. બપ્પી લહેરીએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યુ હતુ.

બંગલા સિનેમાથી બપ્પીએ કરી હતી શરુઆત
જો કે, બપ્પી લહેરીએ ગાયકીની શરુઆત તો બંગલા સિનેમાથી કરી હતી પરંતુ તેમણે ઓળખ મળી બૉલિવુડથી. તેમને હિંદી સિનેમામાં ડિસ્કો કિંગ નામથી ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર, 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. બપ્પીના પિતા અપરેશ લાહિડી અને મા બનસારી લાહિડીએ તેમને અલોકેશ લાહિડી નામ આપ્યુ હતુ.

છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો ઈલાજ
તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં ભરતી હતા. તેમનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર દીપક જોશીએ જણાવ્યુ કે સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ મંગળવારે ફરીથી તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેમના ઘરે એક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ બપ્પી લહેરીને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનુ મૃત્યુ થઈ ગયુ. બપ્પી લહેરીને સ્વાસ્થ્યને લગતી ઘણી બિમારીઓ હતી.

'દે દે પ્યાર દે' જેવા ગીતોથી હિટ થયા હતા બપ્પી
બપ્પી લહેરીએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યુ હતુ. તેમણે ફિલ્મ બાગી-3માં પણ સંગીત આપ્યુ હતુ. બપ્પી લહેરીએ એ ગાયકોમાં ગણવામાં આવતા જેમણે બૉલિવુડને ડિસ્કોની ઓળખ આપી. તેમણે ઘણા ગીતો પણ ગાયા જેમાં ચલતે-ચલતે મેરે યે ગીત યાદ રખના, તુમ્હારા પ્યાર ચાહિએ, મુઝે જીને કે લીએ, ડિસ્કો ડાંસર, શરાબી ઘણા સુપરહિટ થયા હતા.

આવો જાણીએ બપ્પીદાના સહાબહાર ગીતો
ફિલ્મ બાગી -3માં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર માટે બપ્પી દાએ ભંકસ ગીત ગાયુ હતુ જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યુ હતુ. આવો, જાણીએ તેમના સદાબહાર ગીતો જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે...

આ છે બપ્પી દાના સદાબહાર ગીતો
- 'ઈન્તહા હો ગઈષ ઈંતઝાર કી, આઈ ના કુછ ખબર, મેરે યાર કી' આ ગીત ફિલ્મ 'શરાબી'નુ છે.
- 'યાદ આ રહા હે તેરા પ્યાર'. આ ગીત 1982માં આવેલી હિંદી ફિલ્મ 'ડિસ્કો ડાંસર'નુ છે.
- 'આજ રપટ જાયેં તો હમે ના ઉઠઈયો'. આ ગીત 1982માં આવેલી ફિલ્મ 'નમક હલાલ'નુ છે.
- 'યાર બિના ચેન કહાં રે, પ્યાર બિના ચેન કહાં રે'. આ ગીત 1985માં આવેલી ફિલ્મ 'સાહેબ'નુ છે.
- 'તમ્મા-તમ્મા'. આ ગીત 1990માં આવેલી ફિલ્મ 'થાનેદાર'નુ છે.
- 'જવાની જાનેમન હસીન દિલરુબા'. આ ગીત 1982માં આવેલી ફિલ્મ નમક હલાલનુ છે.
- 'દે દે પ્યાર દે'. આ ગીત 1984માં આવેલી ફિલ્મ 'શરાબી'નુ છે.
- 'જિમ્મી-જિમ્મી-જિમ્મી આજા-આજા-આજા'. આ ગીત 1982માં આવેલી હિંદી ફિલ્મ 'ડિસ્કો ડાંસર'નુ છે.
- 'બંબઈ સે આયા મેરા દોસ્ત, દોસ્તકો સલામ કરો'. આ ગીત 1997માં આવેલી ફિલ્મ 'આપ કી ખાતિર'નુ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
