બર્ફીનો સો કરોડ ક્લબમાં સમાવેશ
મુંબઈ, 25 સપ્ટેમ્બર : હા જી, અનુરાગ બાસુ નિર્મિત બર્ફીની સફળતાની સફર સતત ચાલુ છે. 14મી સપ્ટેમ્રે રિલીઝ થલેયી બર્ફીએ પોતાની સફલતાનો પરચો ફરકાવ્યો છે. એક બાજુ તેને ઑસ્કારમાં મોકલવામાં આવી રહી છે, તો બીજી બાજુ માત્ર 10 દિવસમાં જ બર્ફીએ 100 કરોડનો બિઝનેસ કરી નાંખ્યો છે.

આ સાથે જ બર્ફી હવે આ વર્ષે ઑગસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ એક થા ટાઇગર પછી બીજા નંબરે આવી ગઈ છે. બર્ફી અગાઉ સલમાનની એક થા ટાઇગર જ એવી ફિલ્મ હતી, જેણે માત્ર 10 દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી.
બર્ફીએ ભટ્ટ કેમ્પની હિટ ફિલ્મ રાઝ 3ને માત આપી છે. જોકે રાઝ 3એ પણ સારી કમાણી કરી છે, પરંતુ બર્ફીના ગળપણ આગળ રાઝ 3નો ભય ઘણો પાછળ રહી ગયો છે.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ ટ્વિટર પર લખે છે કે ઑન્લી ટેન ડેઝમાં બર્ફીનો 100 કરોડ ક્લબમાં સમાવેશ.
લોકોએ પણ આ ફિલ્મ જોયા બા રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા તેમજ ઇલિયાન ડી'ક્રૂઝના અભિયના ભારોભાર વખાણ કર્યા છે. લોકોનું કહેવું છે કે બર્ફી એક સ્વચ્છ અને હૃદયસ્પર્શી ફિલ્મ છે. આવી ફિલ્મને લોકો લાંબાગાળા સુધી યાદ રાખશે.












Click it and Unblock the Notifications
