દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ, જુઓ નંદી પૂજાના Pics

હિંદી સિનેમાની સુંદર અભિનેત્રીઓમાં ગણાતી દીપિતા પાદુકોણના ઘરના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે.

હિંદી સિનેમાની સુંદર અભિનેત્રીઓમાં ગણાતી દીપિતા પાદુકોણના ઘરના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. તે અભિનેતા રણવીર સિંહ સાથે 14-15 નવેમ્બરે ઈટલીના કોમો લેકમાં સાત ફેરા લેશે. દીપિકાના ઘરના કેટલાક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બેંગલુરુમાં પરિવાર સાથે મળીને 'નંદી' પૂજા જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ

દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ

આ ફોટામાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પૂજામાં ઓરેન્જ કલરનો સૂટ અને ભારે ઈયરિંગ્ઝ પહેર્યા છે. તે ફોટામાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ ફોટોઝ ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફેન્સનું કહેવુ છે કે ફાઈનલી! બંનેના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. હવે બધા તેમના ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે.

સિંધી રિવાજથી થશે લગ્ન

સિંધી રિવાજથી થશે લગ્ન

તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ દીપિકા અને રણવીર 14 અને 15 નવેમ્બરે લગ્ન કરશે. પોતાના લગ્નના સમાચાર ખુદ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપ્યા હતા. જો કે એ સમાચાર એ પણ છે કે આ બંનેએ સિંધી રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં રણવીર સિંધી છે અને તેનુ આખુ નામ રણવીર સિંહ ભવનાની છે અને એટલા માટે રણવીર સિંહનો પરિવાર ઈચ્છે છે કે તેમના લગ્ન સિંધી રિવાજ મુજબ થાય એટલા માટે આ લગ્નની બધી રસમો સિંધી જ હશે જેમાં ‘સાંથ પ્રથા' પણ શામેલ છે.

પડદા પર હિટ છે દીપિકા-રણવીર સિંહની જોડી

પડદા પર હિટ છે દીપિકા-રણવીર સિંહની જોડી

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધોનો ખુલાસો થયો હતો. બંને એક સાથે આવતા પહેલા બંનેનું બ્રેક એપ થઈ ચૂક્યુ હતુ. જ્યાં દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી તો બીજી તરફ રણવીર સિંહનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયુ હતુ પરંતુ બાદમાં અનુષ્કા-રણવીર સિંહ અલગ થ ગયા તો દીપિકા અને રણબીર કપૂરના રસ્તા પણ અલગ થઈ ગયા. બંનેએ સાથે ત્રણ હિટ ફિલ્મો આપી છે ‘રામલીલા', ‘બાજીરાવ મસ્તાની' અને ‘પદ્માવત'.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X