Pics: ડબ્બૂ રત્નાનીના કલેન્ડર 2016ની Behind the Scene કોમેડી
ડબ્બુ રત્નાની બોલીવૂડના જાણીતા ફોટોગ્રાફર છે. તે દર વર્ષે એક કલેન્ડર બહાર પાડે છે જેની રાહ તમામ બોલીવૂડ સેલેબ્રિટીથી લઇને કોમન મેન જુવે છે. ડબ્બુ રત્નાનીના કલેન્ડરની વિશેષતા તે છે કે તેના ફોટોશૂટ માટે શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન જેવા મેગાસ્ટાર સમય નીકાળે છે. અને નવા ઉભરતા સ્ટાર તો રાહ જુએ છે કે તેમનું નામ ડબ્બુના કેલેન્ડરમાં જોડાય અને તેમને મળી જાય રાતો રાત સફળતા.
ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડબ્બુ રત્નાનીએ તેનું કેલેન્ડર બહાર નીકાળ્યું છે જેમાં શાહરૂખ ખાનથી લઇને આથિયા શેટ્ટી જેવા તમામ નવા અને જૂના ચહેરો છે. સાથે તેમને ડબ્બુએ યુનિક સ્ટાઇલથી ફિલ્માવ્યા છે. તો જુઓ ડબ્બુના આ ફોટોશૂટની કેટલીક યુનિક અને ફની સાઇડ જે જોવા મળી છે તેના બિહાઇન્ડ ધ સીન ફોટોશૂટના લીધે. તો જુઓ આ કૂલ ફોટોશૂટ...

રંગીલો વરુણ ધવન
વરુણ ધવન અને તેના રંગીલા ફોટોશૂટ સાથે કેટલીક ફન મુવમેન્ટ શેયર કરતા ડબ્બુ અને તેની દિકરી.

પીલો ફાઇટ વીથ આથિયા શેટ્ટી
તો આ ફોટોમાં ડબ્બૂ અને આથિયા લાગે છે કે પીલો ફાઇટની મઝા માણી રહ્યા છે.

હોટ ડબ્બુ
તો આ ફોટોશૂટમાં કિર્તી સેનનને કંપની આપવા માટે ડબ્બુએ પણ તેના ટીશર્ટને કંઇક આ રીતે ખેંચીને કિર્તીના ચહેરા પર લાવી દીધું 440 વોલ્ટનું સ્માઇલ.

કૂલ વીથ પ્રિયંકા
તો પ્રિયંકા ચોપડા સાથે ડબ્બુનો કૂલ અવતાર જોવા મળ્યો. નોંધનીય છે કે પ્રિયંકાએ આટલી વ્યસ્તતા વચ્ચે પણ ડબ્બુ માટે સમય કાઢ્યો છે.

શ્રદ્ધા કપૂર સાથે બાઇક રાઇડ
તો આ ફોટોમાં બોલીવૂડની સુંદર શ્રદ્ધા કપૂર સાથે કૂલ બાઇક પર ફોટો પડાવી રહ્યા છે ડબ્બુ.

સિદ્ધાર્થ સાથે બાથટબમાં જોડાયા ડબ્બૂ!
તો આ ફોટોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હોટ બાથટબમાં કંઇક આ ફની અંદાજમાં ડબ્બુએ આપ્યો ફોટો માટે પોઝ.

ડબ્બુ vs જેકલિન
તો જેકલિન ફર્નાન્ડિઝ જોડે બે બે હાથ લડાવી રહ્યા છે ડબ્બુ. જો કે આ ફોટામાં તે બન્ને લાગી રહ્યા છે સુપર ક્યૂટ.

સોનાક્ષી બની રેડ ઇન્ડિયન
તો સોનાના રેડ ઇન્ડિયન લૂકને કંઇક આ રીતે બતાવ્યું ડબ્બુ રત્નાનીએ તેના ફોટોશૂટમાં

ઇટ્સ ઓલ અબાઉટ ચોકલેટ
તો પરણિતી ચોપડા જોડે યમ્મી ચોકલેટ શેયર કરી રહ્યા છે ડબ્બુ. જો કે આ ફોટોમાં બન્ને પાક્કા ફૂડ્ડી લાગી રહ્યા છે.

ઇટ્સ ઓલ અબાઉ મુચ મુચ
તો આ ફોટામાં વિદ્યા બાલન અને ડબ્બુ આપી રહ્યા છે કેમેરાને ક્યૂટ પાઉટ.

ઐશ્વર્યા રાય બચ્ચન
તો ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કૂલ અને ક્યૂટ પાઉટ આપતા જોવા મળ્યા ડબ્બુ રત્નાની

લિઝા હેયડન જોડે આ શું કર્યું ડબ્બૂએ બાથરૂમમાં!
લિઝા હેયડન સાથે ટોયલેટ શૂટ પર બેસીને ડબ્બુ આપ્યો આ ક્યૂટ અને ફની ફોટા માટે પોઝ.

બાળક જેવી હસી
તો રિતિક રોશન સાથે એકદમ નિખાલસ ભાવે કંઇક આ રીતે હસી પડ્યો ડબ્બૂ. નોંધનીય છે કે રિતિક અને ડબ્બુની દોસ્તી બહુ જૂની છે. રિતિકનું ફસ્ટ ફોટોશૂટ પણ ડબ્બુએ જ કર્યું હતું.

ડબ્બુ બન્યો આલિયાના ગળાનો ફંદો
તો આ ફોટોમાં આલિયા ભટ્ટ અને ડબ્બુની તસવીર લાગી રહી છે ક્યૂટ. અને ખરેખરમાં લાગે છે કે ડબ્બુનો જીવ હવે આલિયાના હાથમાં છે.

અર્જૂન રામપાલ
તો અર્જૂન રામપાલ સાથે ડબ્બૂ પણ નીકળી પડ્યા ગિટાર લઇને સફર કરવા.

ઓ સો ક્યૂટ
તો બિપાશા બાસુ જોડે ડબ્બૂનો આ ફોટો છે સુપર ક્યૂટ.

શાહરૂખ ખાન સાથે પલડ્યા ડબ્બુ
તો શાહરૂખ ખાન સાથે ડબ્બુ રત્નાનીએ પણ પાણી પાણીની છમછમની મઝા.

અક્ષય કુમાર
અક્ષય કુમાર વારંવાર ડબ્બુને કહેતા રહે છે કે તેમને બનવું છે ડબ્બુના આસિસ્ટન્ટ અને લાગે છે કે આ વખતે ડબ્બુની પત્ની સાથે તેમણે પણ કેમેરા પર હાથ ફેરવી જ લીધો છે.

અનુષ્કા શર્મા
તો આ ફોટોમાં અનુષ્કા શર્મા સાથે એકદમ મસ્ત પોઝ આપી રહ્યા છે ડબ્બૂ. અને બન્ને લાગી રહ્યા છે સ્વીટ એન્ડ ક્યૂટ!
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
