Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બૉલીવુડમાં કંઇક આ રીતે વહ્યો મિત્રતાનો દરિયો

આજે ફ્રેન્ડશીપ દિવસ એટલે મિત્રતા દિવસની ઉજવણી ભારત સહિત વિશ્વભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસપણે મિત્રતા પર આધારિત ફિલ્મોને યાદ કરવી જ રહી. બૉલીવુડ હંમેશાથી વૈવિધ્યપૂર્ણ ફિલ્મો બનાવવા માટે જાણીતું છે. બૉલીવુડની ફિલ્મોમાં આપણે પ્રેમ, મિત્રતા અને પરિવારને કેન્દ્રમાં રાખેલી કહાણી અવશ્યપણે જોવા મળે છે.

આજે મિત્રતાનો ખાસ દિવસ છે, ત્યારે અમે અહીં એવી જ કેટલીક ફિલ્મો અંગે જણાવી રહ્યાં છીએ કે, જેમાં મિત્રોને દર્શાવવતી ફિલ્મો બનાવવામાં આવી છે. જેમાં શોલે અને સંગમ મુખ્ય ફિલ્મો છે. શોલેમા એક અલ્ટીમેટ ફ્રેન્ડશીપ ફિલ્મ છે, આ ઉપરાંત અન્ય ઘણી બધી ફિલ્મો છે જેમાં મિત્રતાને અત્યંત શાનદાર રીતે દર્શાવવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જોઇએ બૉલીવુડની ફ્રેન્ડશીપ પર બનેલી ફિલ્મો.

 શોલે

શોલે

જ્યારે કોઇ મિત્રતાની વાત કરવામાં આવે ત્યારે ચોક્કસપણે શોલે ફિલ્મના મુખ્ય પાત્રો જય અને વીરુને યાદ કરવામાં આવે છે. શોલે ફિલ્મ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની મિત્રતા દર્શાવતી એક અલ્ટીમેટ ફ્રેન્ડશીપ ફિલ્મ છે.

 દોસ્તી

દોસ્તી

1964માં બનેલી આ ફિલ્મ બે મિત્રોના જીવન પર આધારિત ફિલ્મ છે.

 સંગમ

સંગમ

આ પ્રણય ત્રિકોણ અને મિત્રતા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર અને વૈજંતીમાલા મુખ્ય ભૂમિકામાં છે.

યારાના

યારાના

આ ફિલ્મ અલ્ટીમેટ ફ્રેન્ડશિપ સ્ટોરી છે. જેમાં આ ફિલ્મમાં બીગ બી અને અમજદ ખાનની મિત્રતા દર્શાવવામાં આવી છે.

થ્રી ઇડિયટ્સ

થ્રી ઇડિયટ્સ

આ ફિલ્મ પણ ત્રણ મિત્રો પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર ખાન, માધવન અને શર્મન જોશી છે.

દિલ ચાહતા હે

દિલ ચાહતા હે

આ ફિલ્મ પણ મિત્રતા પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન છે.

કુછ કુછ હોતા હે

કુછ કુછ હોતા હે

આ ફિલ્મ પ્રેમ અને મિત્રતા પર આધારિત છે. આ ફિલ્મમાં એક છોકરા અને છોકરીની મિત્રતા દર્શાવતી ફિલ્મ છે આ ફિલ્મમાં કાજોલ, શાહરૂખ ખાન અને રાણી મુખરજી છે.

હે બેબી

હે બેબી

આ ફિલ્મ ત્રણ મિત્રો અને નાના બાળક પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને ફરદીન ખાન મિત્રોની ભૂમિકામા છે.

 જિંદગી ના મિલેગી દોબારા

જિંદગી ના મિલેગી દોબારા

આ ફિલ્મ ત્રણ મિત્રોના જીવન અને પ્રવાસ પર આધારિત છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તર છે.

ન્યુયોર્ક

ન્યુયોર્ક

આ ફિલ્મ મિત્રતા અને અમેરિકામાં થયેલા 9/11ના હુમલા પર આધારિત છે.

ઝંકાર બીટ્સ

ઝંકાર બીટ્સ

આ ફિલ્મ મ્યુઝીક અને મિત્રો સાથે જોડાયેલી છે.

દોસ્તાના

દોસ્તાના

આ એક ફ્રેન્ડશિપ પર આધારિત વિવાદિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન છે.

 દોસ્તી

દોસ્તી

જેવું નામ છે તેવી જ રીતે આ ફિલ્મ પણ બે મિત્રોની કહાણી પર આધારિત છે, આ ફિલ્મમાં અક્ષય કુમાર અને બોબી દેઓલ મિત્રોની ભૂમિકામાં છે.

રોક ઓન

રોક ઓન

આ ફિલ્મ પણ મ્યુઝિક સાથે જોડાયેલા મિત્રોની કહાણી છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર, અર્જૂન રામપાણ, પુરબ કોહલી અને લુક કેન્ની છે.

 જાને તુ યા જાને ના

જાને તુ યા જાને ના

આ ફિલ્મ પણ કોલેજ ફ્રેન્ડશીપ અને પ્રેમ પર આધારિત છે. આ ફિલ્મ અભિનેતા ઇમરાન ખાનની ડેબ્યુ ફિલ્મ હતી.

 રંગ દે બસંતી

રંગ દે બસંતી

આ ફિલ્મ પણ કોલેજના મિત્રો પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર ખાન, કુણાલ કપૂર, માધવન, સોહા અલી ખાન અને સિદ્ધાર્થ છે.

 દિલ દોસ્તી

દિલ દોસ્તી

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહનો પુત્ર અને શ્રેયાસ તલપદે છે, આ ફિલ્મ કોલેજના મિત્રો પર આધારિત છે.

 મસ્તી

મસ્તી

આ ફિલ્મ ત્રણ મિત્રો અને તેમની ઐયાશ લાઇફ પર આધારિત છે. આ ફિલ્મમાં વિવેક ઓબરોય, આફતાબ શિવદેસાની અને રિતેશ દેશમુખ છે.

બોમ્બે બોય્સ

બોમ્બે બોય્સ

પોતાના ગોલને પૂરો કરવા માટે એક એપાર્ટમેન્ટમાં સાથે રહેતા ત્રણ મિત્રોની કહાણી છે. આ ફિલ્મમાં નવીન એન્ડ્ર્યુસ, રાહુલ બોસ અને એલેક્ઝાન્ડર ગિફોર્ડ છે.

ચશ્મે બદ્દૂર

ચશ્મે બદ્દૂર

આ એક રોમેન્ટિક કોમેડી છે, જે ત્રણ મિત્રોના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં ફારૂક શેખ, રાકેશ બેદી અને રવી બાસ્વાની છે.

શૌખીન

શૌખીન

આ ફિલ્મમાં ત્રણ વૃદ્ધ મિત્રોની કહાણી છે, જેમાં અશોક કુમાર, ઉત્પલ દત્ત અને એકે હંગલ છે. આ ફિલ્માં રતી અગ્નીહોત્રી અને મિથુન ચક્રવર્તી પણ છે.

દેખ કબીરા રોયા

દેખ કબીરા રોયા

સિંગર, પેઇન્ટર અને રાઇટર મિત્રોની કહાણી. આ ફિલ્મમાં અનૂપ કુમાર, જવાહર લાલ અને દલજીત મુખ્ય ભૂમિકામાં છે.

આનંદ

આનંદ

અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની મિત્રતા દર્શાવતી ફિલ્મ. આ ફિલ્મમાં રાજેશ ખન્ના આનંદ અને અમિતાભ બચ્ચન તેના ડોક્ટરની ભૂમિકામાં છે.

સાજન

સાજન

સલમાન ખાન અને સંજય દત દ્વારા અભિનિત બે મિત્રો અને પ્રેમને પ્રદર્શિત કરતી ફિલ્મ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X