Pics : સોનમની બિકિની પર અનિલ બોલ્યાં : હવે તો હિટ થઈ જશે બેવકૂફિયાં
મુંબઈ, 1 માર્ચ : સોનમ કપૂર આજકાલ પોતાની આવનાર ફિલ્મ બેવકૂફિયાંમાં ભજવેલા બિકિની સીન્સ અંગે ચર્ચામાં છે. સોનમના બિકિની સીન્સે બૉલીવુડમાં હોબાળો મચાવી દીધો છે અને લોકો આશ્ચર્યચકિત છે, પણ સોનમના પિતા અભિનેતા અનિલ કપૂર આ બાબતથી જરાય ચિંતિત કે આશ્ચર્યચકિત નથી. તેમને આ બાબત સામે કોઈ વાંધો નથી. ઉલ્ટાનું અનિલે તો એમ કહ્યું છે કે આનાથી ફિલ્મને એક સારી શરૂઆત મળશે.
વર્ષ 2013માં ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા જેવી સુપરહિટ ફિલ્મો આપનાર સોનમ કપૂરની આગામી ફિલ્મોમાં ખૂબસૂરત અને બેવકૂફિયાંનો સમાવેસ થાય છે, પરંતુ હાલ તો સોનમ આયુષ્માન ખુરાના સાથેની બેવકૂફિયાં ફિલ્મના બિકિની સીન્સ અંગે ચર્ચામાં છે. તેઓને બેવકૂફિયાંના પ્રમોશન દરમિયાન બિકિની સીન્સ અંગે મીડિયાના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.
ચાલો તસવીરો સાથે જાણીએ સોનમ કપૂરનું બેવકૂફિયાંના બિકિની સીન્સ અંગેનું સ્પષ્ટીકરણ :

પપ્પાને ખબર હતી
સોનમ કપૂરે જણાવ્યું - પપ્પા અનિલ કપૂરને બિકિની દૃશ્ય અંગે જાણ હતી. મારા પિતા એક કલાકાર છે અને ખુલ્લા વિચારોના છે.

હિટ થશે બેવકૂફિયાં
સોનમ કપૂરે જણાવ્યું - તેઓ (અનિલ કપૂર) જ છે કે જેમણે મને અભિનેત્રી બનવા માટે પ્રોત્સાહિત કરી. તેમણે કંઇ જ ન કહ્યું. તેઓ બસ એટલું જ બોલ્યાં કે ફિલ્મને એક સારી શરુઆત મળશે.

સામાન્ય યુવતીનો રોલ
સોનમે જણાવ્યું - મને બહુ મહેનત ન કરવી પડી, કારણ કે ફિલ્મમાં હું સામાન્ય યુવતીનો રોલ કરી રહી છું.

નૉન-ગ્લૅમરસ સોનમ
તેમણે જણાવ્યું - બેવકૂફિયાંમાં લોકો મને કોઈ ફિલ્મી સ્ટારની જેમ નહીં જુએ, કારણ કે હું સામાન્ય યુવતીનું પાત્ર ભજવી રહી છું.

બિકિનીમાં સહજ
સોનમે જણાવ્યું - જ્યારે મેં ફિલ્મ સ્વીકારી હતી, ત્યારે જ મેં વિચારી લીધુ હતું. મને જણાવાયુ હતું કે અહીં પૂલ છે અને મારે સ્વિમસૂટ પહેરવું પડશે. મેં કહ્યું કે મારૂ શરીર દુબળુ અને કમર પાતળી છે. તેથી માત્ર આ જ હિસ્સાને ફિલ્માવવામાં આવે.

ધૂમ-રેસ જેવા દૃશ્યો નથી
સોનમે જણાવ્યું - બેવકૂફિયાંના તેમના બિકિની સીન્સ ધૂમ અને રેસ જેવી ફિલ્મોની જેમ નથી. કૅમેરો મારા આખા શરીરે નથી ફેરવાયો.

સામાન્ય દૃશ્ય
સોનમે જણાવ્યું - આ એક સામાન્ય દૃશ્ય છે કે જેમાં મેં સ્વિમસૂટ પહેર્યું અને હું પૂલમાં કુદુ છું.

આયુષ્માન હીરો
નૂપુર અસ્થાના દિગ્દર્શિત બેવકૂફિયાં ફિલ્મમાં આયુષ્માન ખુરાના સોનમના હીરો છે.

ઋષિ કપૂર પણ
બેવકૂફિયાંમાં ઋષિ કપૂર પણ છે કે જેઓ સોનમના પિતાના રોલમાં છે.












Click it and Unblock the Notifications
