For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાનો માટે પ્રેરણાપ્રદ છે ભાગ મિલ્ખા ભાગ : વહીદા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જુલાઈ : સદાબહાર અભિનેત્રી વહીદા રહેમાન ટુંકમાં જ રાકેશ ઓમપ્રકાશ મહેરાની આગામી ફિલ્મ મિર્ઝા સાહેબાનમાં નજરે પડવાનાં છે. તેઓ કહે છે કે મહેરાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ તેમને બહુ ગમી.

aheedarehman

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ રિલીઝ અગાઉ યોજાયું હતું, પરંતુ ત્યારે વહીદા રહેમાન આશા પારેખ અને હેલન જેવા પોતાના મિત્રો સાથે દેશથી બહાર હતાં. હવે વહીદા મુંબઈ પરત ફર્યાં છે અને તેઓ ફિલ્મ જોવા માંગે છે. રાકેશ મહેરાએ તેમના માટે ફિલ્મ જોવાની તમામ વ્યવસ્થા કરી. વહીદાને મિલ્ખા સિંહ પર આધારિત ભાગ મિલ્ખા ભાગ બહુ ગમી.

વહીદાએ જણાવ્યું - રાકેશ મિલ્ખા સિંહના જીવનના દરેક પાસા જીવંત કરી નાંખ્યાં છે. ઉપરાંત આ ફિલ્મ દેશના યુવાનો માટે ખૂબ જ પ્રેરણાપ્રદ છે. આ ફિલ્મ દેશના દરેક યુવાનને જોવા ઉપલબ્ધ હોવી જોઇએ.

નોંધનીય છે કે વહીદા રહેમાન રાકેશ મહેરા સાથે રંગ દે બસંતી અને દિલ્લી 6 જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. તેમની આગામી ફિલ્મ મિર્ઝા સાહિબાન છે કે જેમાં તેઓ રાંઝણા ગર્લ સોનમ કપૂર સાથે આવી રહ્યાં છે. વહીદા ફિલ્મમાં સોનમના દાદીના રોલમાં હશે.

English summary
Timeless actress Waheeda Rehman, who will be seen in Rakeysh Omprakash Mehra's next movie "Mirza Sahibaan", says she loved watching the filmmaker's latest release "Bhaag Milkha Bhaag".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X