Drugs Case: કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર આજે સુનાવણી

ભારતી અને હર્ષે ડ્રગ્ઝ કેસમાં કોર્ટમાં પોતાની જામીન અરજી નાખી દીધી છે. તેની સુનાવણી આજે થવાની છે.

મુંબઈઃ જાણીતી કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ તેમજ ટીવી એન્કર હર્ષ લિંબાચિયાને રવિવારે મુંબઈની કિલા કોર્ટે ડ્રગ્ઝ કેસમાં 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે ભારતી અને હર્ષે કોર્ટમાં પોતાની જામીન અરજી નાખી દીધી છે. તેની સુનાવણી આજે થવાની છે. તમને જણાવી દઈએ કે ભારતી સિંહને કલ્યાણ જેલમાં અને તેના પતિ હર્ષને તલોજા જેલમાં રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હર્ષ અને ભારતી બંનેને એનસીબી સામે નશીલા પદાર્થોનુ સેવન કરવાનો સ્વીકાર કર્યો છે.

ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો

ભારતીના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો

ઉલ્લેખનીય છે કે શનિવારે એક ડ્રગ્ઝ પેડલરની માહિતી મુજબ એનસીબીએ ભારતી સિંહની ઑફિસ અને ઘરે રેડ પાડી હતી. આ રેડમાં ભારતી સિંહના ઉપનગરીય વિસ્તાર અંધેરી સ્થિત તેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તે બાદ બંનેને પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા.

નાના પડદાનુ મોટુ નામ છે ભારતી સિંહ

નાના પડદાનુ મોટુ નામ છે ભારતી સિંહ

તમને જણાવી દઈએ કે નાના પડદાનુ મોટુ નામ ભારતી સિંહ હાલમાં કૉમેડિયન તરીકે ઘણા જાણીતા ટીવી શોનો હિસ્સો છે. ટીવીમાં અમુક વર્ષોમાં આવેલ કૉમેડી શો જેવા કે કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસ મહાસંગ્રામ, કૉમેડી સર્કસ કા જાદૂ, કહાની કૉમેડી નાઈટ્સ બચાઓ અને ધ કપિલ શર્મા શો દ્વારા ભારતી સિંહે સફળતાની નવી ઉંચાઈઓ સર કરી છે. તેણે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક શોના સેટ પર થઈ હતી. ધીમે ધીમે તેમની વચ્ચે દોસ્તી થઈ અને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્નનો નિર્ણય કર્યો.

'બૉલિવુડના 90 ટકા લોકો ડ્રગ્ઝનુ સેવન કરે છે'

'બૉલિવુડના 90 ટકા લોકો ડ્રગ્ઝનુ સેવન કરે છે'

તમને જણાવી દઈએ કે 14 જૂને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કથિત રીતે આત્મહત્યા કરી લીધા બાદ અભિનેત્રી કંગના રનોતે એમ કહીને સૌને ચોંકાવી દીધા કે બૉલિવુડના 90 ટકા લોકો ડ્રગ્ઝનુ સેવન કરે છે. ખુદ અભિનેતાના મોતનુ કારણ તેમની ડ્રગ્ઝનુ સેવન જણાવવામાં આવ્યુ છે ત્યારબાદ એનસીબીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી કે કોણ કોણ ડ્રગ્ઝની લેવડ-દેવડ સાથે જોડાયેલ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી હતી જે હાલમાં જામીન પર બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X