For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના પ્રવાસી મજૂરો માટે બિગ બીએ 3 ફ્લાઈટ કરી બુક

ભોજન અને કામ માટે તરસી રહેલ આ મજૂરો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનુ નામ પણ આગળ પડતુ લઈ શકાય છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટના કારણે થયેલ લૉકડાઉનમાં સૌથી ખરાબ હાલત પ્રવાસી મજૂરોની થઈ છે. ભોજન અને કામ માટે તરસી રહેલ આ મજૂરો માટે ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનુ નામ પણ આગળ પડતુ લઈ શકાય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરનાર અમિતાભ બચ્ચને હવે મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી છે.

ઘરે પહોંચાડવા માટે 3 ફ્લાઈટ કરી બુક

ઘરે પહોંચાડવા માટે 3 ફ્લાઈટ કરી બુક

'મિડ ડે'ના સમાચાર મુજબ અમિતાભ બચ્ચને યુપીના 500 મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ફ્લાઈટ બુક કરી છે. તેમની બુક કરેલી પહેલી ઈન્ડિગોની ફ્લાઈટ બુધવારે સવારે 180 મજૂરોને લઈને ઉડાન ભરી ચૂકી છે. બાકી બે ફ્લાઈટ આજે જ રવાના થશે. એક ફ્લાઈટ બપોરની છે અને એક સાંજની છે.

અમિતાભ બચ્ચન નહોતા ઈચ્છતા પબ્લિસિટી

અમિતાભ બચ્ચન નહોતા ઈચ્છતા પબ્લિસિટી

સમાચારના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચનની કંપની એબી કૉર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ યાદવે મજૂરોના જવા માટે પૂરી વ્યવસ્થા કરી છે પરંતુ આ અંગે અમિતાભ કોઈ પબ્લિસિટી નહોતા ઈચ્છતા હતા એટલા માટે બધા કામ ખૂબ જ શાંતિથી થયુ છે. સમાચાર એ પણ છે કે આવનારા દિવસોમાં મહાનાયક પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ અને અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરો માટે એર ટિકિટની વ્યવસ્થા કરશે.

આ પહેલા કરી હતી બસની વ્યવસ્થા

આ પહેલા કરી હતી બસની વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે આ પહેલા અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી હતી. 29 મેના રોજ તેમણે મહીમ દરગાહ ટ્રસ્ટ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળીને 10 બસો હાજી અલીથી રવાના કરી હતી. આ બસમાં જનારા મજૂરોના ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેનો ખર્ચો પણ અમિતાભે જ ઉઠાવ્યો હતો. એટલુ જ નહિ આ પહેલા પણ અમિતાભે ગરીબો અને જરૂરિયાતમંદો માટે જમવાના પેકેટ વહેંચ્યા હતા.

મલ્લિકા શેરાવતનો માસ્ક વિના રનિંગ કરતો Video વાયરલ, લોકોએ કરી ટ્રોલમલ્લિકા શેરાવતનો માસ્ક વિના રનિંગ કરતો Video વાયરલ, લોકોએ કરી ટ્રોલ

English summary
Big B booked 3 indigo flights for migrang workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X