ક્રિશ 3માં અમિતાભનો અસરદાર અવાજ પણ!

મુંબઈ, 24 ઑગસ્ટ : બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચને ફિલ્મ નિર્માતા રાકેશ રોશનની વિનંતી પર હૃતિક રોશન અભિનીત ફિલ્મ ક્રિશ 3માં પોતાનો અસરદાર અવાજ આપ્યો છે.

krrish-3-hritik-poster-amitabh

70 વર્ષીય અમિતાભ બચ્ચને શનિવારે વહેલી સવારે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - 7 વાગ્યે ઉઠ્યો. ક્રિશ 3 માટે ડબ કરવા પહોંચ્યો. પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક તથા હૃતિકના પિતા રાકેશ રોશને પોતાની ફિલ્મ માટે એક અવાજ આપવા માટે કહ્યું. હું માની ગયો અને તે થયું.

હતિક રોશન ફ્રેંચાઇઝી ધરાવતી ત્રીજી ફિલ્મ ક્રિશ 3માં એક સુપર હીરોની ભૂમિકામાં છે. 2003માં કોઈ મિલ ગયા બાદ 2006માં ક્રિશ આવી. હવે 4થી નવેમ્બરે ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત કંગના રાણાવત અને વિવેક ઓબેરૉય પણ છે.

દરમિયાન અમિતાભ બચ્ચન લોકપ્રિય રિયલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિની આગામી સીઝન લૉન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X