કૅંસરગ્રસ્ત બાળકોને મળી લાગણીશીલ થયાં બિગ બી

મુંબઈ, 4 સપ્ટેમ્બર : બિગ બી અમિતાભ બચ્ચને ટાટા મેમોરિયલ હૉસ્પિટલ ફૉર કૅંસરમાં મંગળવારે બાળ સારવાર વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે અમિતાભ બચ્ચન લાગણીશીલ બની ગયાં.

amitabh-cancer-hospital

અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું - આજે રેકૉર્ડિંગ પતાવી હું ટાટા મેમોરિયલ હૉસ્પિટલ ફૉર કૅંસર ગયો. કૅંસરથી પીડાતા નાના બાળકો માટે બાળ સારવાર વિભાગનું ઉદ્ઘાટન કરવું લાગણીસભર બનાવી જનાર અનુભવ હતો. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન અનેક વખત મારી આંખો ભીંજાઈ આવી. કાશ! હું આ બાળકો માટે કંઈક વધુ કરી શકત.

અમિતાભ બચ્ચન બ્લૉગ પર લખે છે - જયા અને હું આ પ્રકારની સંસ્થાઓ માટે કામ કરતાં રહીએ છીએ, પરંતુ જ્યારે-જ્યારે આવા નાના બાળકો સાથે હોઉ છું, મનનો કોઈ ખૂમો જરૂર ભીંજાઈ જાય છે. તે બધા મને મળવા અને વાતો કરવા માંગે છે. મારી સાથે તસવીરો પડાવવા અને મારા ઑટોગ્રાફ લેવા માંગે છે. સૌ કોઈ આવા બાળકોની મદદ કરવા ઇચ્છશે. આપણે સૌ મળી તેમની મદદ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરીશું.

અમિતાભ બચ્ચને તાજેતરમાં એક સંસ્થાની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી છે કે જે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના કામ પ્રત્યે સમર્પિત રહેશે. આ સંસ્થાનું નામ એચઆરબી મેમોરિયલ ટ્રસ્ટ હશે કે જે સામાજિક અને પરોપકાર સંબંધી કાર્યો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X