For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણ મામલે બોલિવુડ અભિનેતા જિતેન્દ્રને મોટી રાહત, કોર્ટે કરી FIR રદ

હિમાચલ હાઈકોર્ટે 47 વર્ષ જૂના યૌન શોષણ મામલે જિતેન્દ્ર સામે કરાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

પોતાના જમાનાના જાણીતા સિને સ્ટાર જિતેન્દ્ર માટે રાહતના સમાચાર છે. હિમાચલ હાઈકોર્ટે 47 વર્ષ જૂના યૌન શોષણ મામલે તેમની સામે કરાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ન્યાયાધીશ અજય મોહન ગોયલે અભિનેતા જિતેન્દ્ર તરફથી કરવામાં આવેલ અરજીના તથ્યો તેમજ આ બાબત સાથે જોડાયેલ રેકોર્ડનું અવલોકન કર્યા બાદ આ ચુકાદો સંભળાવ્યો.

આ પણ વાંચોઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેઃ ત્રીજા મોરચાનો તો સવાલ જ નથીઆ પણ વાંચોઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેઃ ત્રીજા મોરચાનો તો સવાલ જ નથી

શું છે મામલો

શું છે મામલો

વાસ્તવમાં થોડા મહિનાઓ પહેલા જિતેન્દ્રની કાકાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) એ પોલિસને એક ફરિયાદ મોકલી જેમાં તેમના પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ મહિલા પોલિસ સ્ટેશન શિમલા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ અભિનેતા સામે પ્રાથમિકી નોંધવામાં આવી. એફઆઈઆરમાં અભિનેતાની પિતરાઈ બહેને 47 વર્ષ પહેલા બનેલી ઘટના માટે યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ જિતેન્દ્રએ હિમાચલ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને આ પ્રાથમિકીને રદ કરવાની અરજી કરી હતી.

જિતેન્દ્રએ કોર્ટમાં કરી આ દલીલ

જિતેન્દ્રએ કોર્ટમાં કરી આ દલીલ

પોતાની અરજીમાં સિને સ્ટાર જિતેન્દ્ર તરફથી એ દલીલ આપવામાં આવી હતી કે આ પ્રાથમિકી તેને બ્લેકમેલ કરવાના ઈરાદાથી કરવામાં આવી છે. કથિત ઘટનાના 47 વર્ષ બાદ નોંધાયેલ આ પ્રાથમિકીમાં વિલંબના કારણોનું કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યુ નહોતુ. અરજીમાં જિતેન્દ્રએ કહ્યુ હતુ કે એફઆઈઆરમાં શિમલામાં શૂટિંગ કરવામાં આવેલી ફિલ્મનું નામ કે હોટલનું નામ આપવામાં આવ્યુ નથી. બે સહ અભિનેતાઓના નામ પણ પ્રાથમિકીમાં લખવામાં આવ્યા નથી. જિતેન્દ્રના જણાવ્યા અનુસાર તેમની સામે ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. આ કારણે આ એફઆઈઆર રદ કરવામાં આવે. હિમાચલ હાઈકોર્ટે જિતેન્દ્રની દલીલોને કાયદા સાથે ન્યાયસંગત જોઈને ઉપરોક્ત ચુકાદો સંભળાવ્યો.

47 વર્ષ જૂનો છે મામલો

47 વર્ષ જૂનો છે મામલો

તમને જણાવી દઈએ કે સિને સ્ટાર જિતેન્દ્ર સામે આ મામલો 47 વર્ષ જૂનો છે. પીડિત મહિલાએ ફેબ્રુઆરી મહિનામાં ડીજીપીને ઈ મેઈલ દ્વારા ફરિયાદ પત્ર મોકલ્યો હતો. ફરિયાદકર્તા મહિલા જિતેન્દ્રના સંબંધમાં કાકાની દીકરી બહેન થાય છે. જો કે આ મામલો 1971નો છે. જ્યારે મહિલાની ઉંમર 18 વર્ષની હતી અને જિતેન્દ્ર લગભગ 28 વર્ષના હતા. મહિલાએ ફરિયાદપત્ર મોકલીને જિતેન્દ્ર પર એફઆઈઆર નોંધાવવાની માંગ કરી. પીડિત મહિલાએ પોતાના ફરિયાદપત્રમાં આરોપ લગાવ્યો હતો તે જાન્યુઆરી 1971માં અભિનેતા જિતેન્દ્ર તેને ફિલ્મનું શૂટિંગ બતાવવા શિમલા લઈને આયા અને અહીંની એક હોટલમાં તેની યૌન શોષણ કર્યુ. ફરિયાદપત્રમાં લખ્યુ હતુ કે તેણે આ મામલે અત્યારે ફરિયાદ એટલા માટે કરાવી કે તેના માતાપિતાનું મૃત્યુ થઈ ચૂક્યુ છે, જીવતાજીવ તેમને પોતાની દીકરી સાથેના દૂર્વ્યવહારની ખબર પડતી તો તેઓ ખૂબ દુઃખી થતા.

પિતરાઈ બહેન છે પીડિતા

પિતરાઈ બહેન છે પીડિતા

પીડિતા જિતેન્દ્રના કાકાની દીકરી બહેન થાય છે અને હાલમાં તે અમેરિકામાં રહે છે. શિમલા આવવા અને મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપવા માટે તે તૈયાર છે. જો કે પોલિસને આ ફરિયાદ પીડિતાએ પણ એક વકીલના માધ્યમથી કરી હતી. ફરિયાદનો ઈમેઈલ હિમાચલ પ્રદેશ પોલિસ મહાનિર્દેશક એસ આર મરડીને ઑનલાઈન મળ્યો હતો. એવામાં પોલિસ મુખ્યાલયએ પણ આગામી તપાસ સંબંધિત ફરિયાદ જિલ્લા પોલિસ અધિક્ષક શિમલાને આપી દીધી હતી. ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. કહેવાય છે કે મહિલા સાથે પોલિસને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી અમેરિકામાં પણ વાત થઈ હતી. પરંતુ બધા ઘટનાક્રમમાં પુરાવાનો અભાવ રહ્યો જેનાથી કેસ નબળો પડી ગયો.

English summary
Big relief for Bollywood actor Jeetendra in physical attack case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X