#MeToo: યૌન શોષણના આરોપો પર હવે આવ્યું 'ભાભીજી'નું નિવેદન
#MeToo: યૌન શોષણના આરોપો પર હવે આવ્યું 'ભાભીજી'નું નિવેદન
નવી દિલ્હીઃ 'ભાભી જી ઘર પર હૈ' સીરિયલથી ઘરે-ઘરે ઓળખ બનાવનાર શિલ્પા શિંદેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એસ સમય પર શો મેકર્સ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવનાર શિલ્પાએ હવે દેશમાં ચાલી રહેલ #MeToo કેમ્પેઈનને બકવાસ જણાવ્યું છે. શિલ્પાનું કહેવું છે કે ઈન્ડસ્ટ્રીમાં કોઈ રેપ થથો નથી અને અહીં જે કરે છે તે પોતાની મરજીથી જ કરે છે. જણાવી દઈએ કે એક વર્ષ પહેલા શિલ્પા શિંદેએ ભાભી જી ઘર પર હૈ સીરિયલના પ્રોડ્યૂસર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

શિલ્પા શિંદેએ #MeTooને બકવાસ ગણાવ્યું
બિગ બૉસ સીઝન 11ની વિજેતા રહી ચૂકેલ શિલ્પા શિંદેએ દેશમાં ચલી રહેલ #MeToo કેમ્પેઈનને બકવાસ ગણઆવ્યું. એક ઈન્ટર્વ્યૂમાં શિલ્પાએ કહ્યું કે, ખબર નહિ કે આપણી ઈન્ડસ્ટ્રીનું નામ કેમ ખરાબ થઈ રહ્યું છે. હવે લોકો આપણી ઈન્ડસ્ટ્રી વિશે વાત કરી રહ્યા છે, કે આવું થાય છે, તેવું થાય છે. મહિલાઓ હવે બોલી રહી છે, પરંતુ મેં ત્યારે પણ કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં રેપ થતો નથી. શિલ્પા શિંદેએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈપણ જબરદસ્તી થતી નથી. આપણી ઈન્ડસ્ટ્રીમાં જે કંઈપણ થાય છે તે રાજીખુશીથી થાય છે. જો તમે એવું કરવા માટે તૈયાર ન હોવ તો એ ચીજ છોડી દો.

ઈન્ડસ્ટ્રીમાં બધું રાજીખુશીથી થાય
આના પર બોલતાં શિલ્પાએ કહ્યું કે આ ઈન્ડસ્ટ્રી ખરાબ પણ નથી અને સારી પણ નથી. દરેક જગ્યાએ આ ચીજ થાય છે. મારી સમજમાં નથી આવતું કે કેમ તેઓ ખુદ જ ઈન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરી રહ્યા છે? એવું નથી, આ તમારા પર નિર્ભર કરે છે. તમારી સામેવાળો વ્યક્તિ કેવું રિએક્ટ કરે છે અને તમે એનો કઈ રીતે જવાબ આપો છે. આ આખી લેણ-દેણ વાળી પોલિસી છે. એક વર્ષ પહેલા સીરિયલ ભાભી જી ઘર પર હૈના પ્રોડ્યૂસર્સ સંજય કોલહી પર યૌન શોષણનો આરોપ લગાવનાર શિલ્પાએ પણ કહ્યું કે જ્યારે અન્યાય થાય ત્યારે જ તે વિશે વાત કરવી જોઈએ.

મારા સમયે તો કોઈએ અવાજ ન ઉઠાવ્યો
બધું બકવાસ છે. તમારે ત્યારે જ જણાવવું જોઈએ. જ્યારે થાય ત્યારે જ બોલો. બાદમાં બોલવાનો કોઈ ફાયદો નથી. એ બેકાર છે. બાદમાં તમે અવાજ ઉઠાવો છો, તેને કોઈ નહિ સાંભળે... માત્ર કન્ટ્રોવર્સી થશે બસ. શિલ્પાએ ઈન્ડસ્ટ્રીના લોકો પર પણ મદદ ન કરવાનો આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે મારા સમયે તો કોઈએ પણ અવાજ નહોતો ઉઠાવ્યો, કંઈ ન બોલ્યા. એ મુદ્દો હવે બંધ છે.. બધું ખતમ થઈ ગયું. કોઈ કોઈના માટે હોતું નથી. હું આના પર વિશ્વાસ નથી કરતી.

મોટા સ્ટાર્સ પર લાગ્યો યૌન શોષણનો આરોપ
યૌન શોષણ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #MeToo કેમ્પેઈનમાં ઈન્ડસ્ટ્રીની નામી હસ્તિઓનો હલકટ ચહેરો સામે આવ્યો છે. આલોક નાથ, સુભાષ ઘાઈ, વિકાસ બહલ, રજત કપૂર, સાજિદ ખાન, નાના પાટેકર, પીયૂષ મિશ્રા, લવ રંજન, રોનિત રૉય સહિત કેટલાય લોકો પર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મોટા-મોટા લોકો પર લાગેલ યૌન શોષણના આરોપોથી આખી ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
