બાયકોટ વચ્ચે માલદીવમાં બર્થ ડે સેલિબ્રેશન કરતા બિપાશા બાસુ ટ્રોલ થઈ, ટ્રોલરોએ દેશદ્રોહી ગણાવી
માલદિવના ભારત વિરોધી વલણ બાદ બન્ને દેશો વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. આ વિવાદ વચ્ચે ભારતમાં માલદીવનો બાયકોટ કરવામાં આવી રહ્યો છે. આ બાયકોટનો ભોગ અભિનેત્રી બિપાસા બાસુ બની છે.
માલદીવના બાયકોટ વચ્ચે બિપાશા બાસુએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. લોકોએ બિપાશા બાસુને જોરદાર ટ્રોલ કરી છે અને તેને દેશદ્રોહી ગણાવી દીધી છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં પર્યટનની વાત કરી ત્યારે માલદીવના મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આના પર બોલિવૂડ સેલિબ્રિટીઓએ પીએમ મોદીનું સમર્થન કર્યું છે.
બિપાશા બાસુએ તેનો જન્મદિવસ તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં ઉજવ્યો હતો. બિપાશા બાસુની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી દીધી.
એક યુઝરે લખ્યું છે કે, માલદીવ સરકારે આપણુ અપમાન કર્યું છે અને તમે માલદીવમાં છો. તમે દેશદ્રોહી નીકળ્યા. અન્ય એક યુઝરે લખ્યું કે, માલદીવનો બહિષ્કાર કરો.
જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લક્ષદ્વીપની તસવીરો શેર કરી અને કહ્યું કે. જે લોકો એડવેન્ચર કરવા માગે તો લક્ષદ્વીપ તેમની યાદીમાં હોવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો. આ એક આનંદદાયક અનુભવ હતો. માલદીવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રીતે લક્ષદ્વીપનો પ્રચાર કરે તે પસંદ નહોતું અને ત્યાંના મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી. જો કે માલદીવ સરકારે મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.












Click it and Unblock the Notifications
