#PreWedding Pics: બિપાશા બસુની મહેંદીની મસ્ત મસ્ત તસવીરો
આજે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની મહેંદી સેરેમનીનું આયોજન મુંબઇની જુહૂની એક કલ્બમાં કરવામાં આવ્યું. પીંક થીમમાં ખૂબ જ પ્રિટી લાગતી બિપાશા બસુ ફૂલોથી સજેલી ઝ્વેલરી પહેરી આ ફકંશનમાં આવી હતી. સાથે કરણ સિંગ ગ્રોવર પણ વાઇટ કર્તા ચૂડિદારમાં આવ્યો હતો. નોંધની છે કે 30મી એપ્રિલે બિપાશા બસુના લગ્ન છે. અને હાલ તો કલપ તેમના લગ્ન પહેલાના રિવાજોની મઝા માણી રહ્યું છે.
28મી જ્યાં તેમના ઘરમાં જ લગ્ન પહેલાની પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યાં જ બિપાશાની મહેંદીમાં બોલીવૂડ સેલેબ્રિટી પણ નજરે પડ્યા હતા. શિલ્પા શેટ્ટી તેની બહેનની સાથે બિપાશા બસુના મહેંદી ફંકશનમાં હાજરી આપવા હાજર રહી હતી. ત્યારે કેવું રહ્યું હતું તેમનું આ ફંકશન જુઓ નીચેની આ તસવીરોમાં....

ઇતીશી ખુશી
પોતાની મહેંદીની રસમમાં બિપાશા બસુ કેટલી ખુશ હતી તે જાણી લો આ ફોટોમાં.

બિપાશાની એન્ટ્રી
જૂહુની ક્લબમાં રાખવામાં આવેલ બિપાશા બસુની મહેંદી સેરેમનીમાં પિંક અને ગોલ્ડન ચણિયાચોળીમાં અને ફૂલોના ઝવેરાત પહેરીને કંઇક આ રીતે બિપાશાએ લીધી હતી એન્ટ્રી.

કરણનું બોંગ લૂકતો
તો બીજી તરફ મહેંદી સેરેમનીમાં કરણ સિંહ ગ્રોવર પણ હતો. અને સપ્રાઇઝિંગલી તે બંગાળી સ્ટાઇલના કપડામાં હતો.

શિલ્પા શેટ્ટી
તો બિપાશા બસુની મહેંદી સેરેમનીમાં શિલ્પા શેટ્ટી અને તેની બહેન પણ હાજર રહ્યા હતા.

કરણ પણ લગાવી મહેંદી
જો કે આ ફંકશનમાં બિપાશાની સાથે કરણ સિંહ ગ્રોવર પણ મહેંદી લગાવી હતી.

મિત્રો સાથે મસ્તી
તો બીજી તરફ મહેંદી ફકંશનમાં મિત્રોએ કંઇક આ રીતે આ લવબર્ડ સાથે કરી હતી મઝા.

પપ્પાની લાડલી
તો લગ્નની પૂજાવિધિ વખતે પોતાના પિતા સાથે બિપાશા બસુની આ તસવીર. જેમાં તેના પિતા પોતાની દિકરીને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપે છે.












Click it and Unblock the Notifications
