Alone Poster Out : બિપાશાએ ધર્યો હૉટ એન્ડ સ્કૅરી અવતાર!

Thank u 4 d great response 2 d second poster of #Alone!2words that r constantly being said Stunning n Scary!I like! pic.twitter.com/XuT5lKvk1C
— Bipasha Basu (@bipsluvurself) December 9, 2014
ગત વર્ષે આત્મા અને છેલ્લે ક્રીચર 3ડી જેવી હૉરર ફિલ્મોમાં દેખાઈ ચુકેલા બિપાશા બાસુ ઍલોનમાં કો-જૉઇન્ડ ટ્વિન્સની ભૂમિકા ભજવી રહ્યા છે અને પોસ્ટરમાં તેઓ ખૂબ જ હૉટ તથા સ્કૅરી જણાય છે.


ઍલોન ફિલ્મની વધુ એક ખાસિયત એ છે કે ટેલીવિઝન અભિનેતા કરણ સિંહ ગ્રોવર આ ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યા છે. બિપાશા બાસુ આ ફિલ્મમાં એવી જોડકા બહેનોનો રોલ કરી રહ્યાં છે કે જેમનું શરીર એક છે, પણ માથા બે છે. તેમાંની એક બહેન સારી છે, તો બીજી બહેન ચુડેલની જેમ વરતે છે.
ઍલોન ફિલ્મ આગામી 16મી જાન્યુઆરી, 2015ના રોજ રિલીઝ થવાની છે. બિપાશા બાસુની છેલ્લી ફિલ્મ હમશકલ્સ હતી કે જે ખરાબ રીતે ફ્લૉપ નિવડી હતી.












Click it and Unblock the Notifications
