• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિપાશાનું Boycott : હમશકલ્સથી બહુ નિરાશ છું, તેથી નો પ્રમોશન!

|

મુંબઈ, 18 જૂન : સાજિદ ખાનની હમશકલ્સ ફિલ્મનું જ્યારથી પ્રમોશન શરૂ થયું છે, ત્યારથી વિવાદ શરૂ થયો છે, કારણ કે ફિલ્મમાં મહત્વનો રોલ ભજવતાં બિપાશા બાસુ પ્રમોશનમાં સતત ગેરહાજર છે. જોકે સાજિદ ખાન વારંવાર આમ જ કહે છે કે બિપાશા બાસુ અને તેમની વચ્ચે કોઈ પણ જાતનો વિવાદ નથી થયો અને તેઓ નથી જાણતાં કે બિપાશા કેમ પ્રમોશનમાં ભાગ નથી લહી રહ્યાં. સાથે જ સાજિદ ખાને હમશકલ્સ અંગેની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન સૌની માફી પણ માંગી, કારણ કે બિપાશા હાજર નહોતા. ખેર, સાજિદ જે કંઈ કહે, પણ આખરે બિપાશાએ મૌન તોડ્યું અને ટ્વિટર વડે પોતાની વાત સૌની સામે મૂકી છે. બિપાશાનું કહેવું છે કે તેઓ હમશકલ્સ પિલ્મ જે રીતે બની છે, તેનાથી ખુશ નથી અને તેથી જ તેઓ પ્રમોશન નથી કરી રહ્યાં.

બિપાશા બાસુના નિવેદન મુજબ - હમશકલ્સના પ્રમોશમાં મારી ગેરહાજરી અંગે જે પણ વાતો કે સમાચારો ચાલી રહ્યાં છે, તે તમામને ખતમ કરવા માટે હું આ લખી રહી છું. હું આ બાબતની સમ્પૂર્ણ જવાબદારી લઉ છું કે હું હમશકલ્સ ફિલ્મનો ભાગ બની તો માત્ર એટલા માટે, કારણ કે મેં ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શક તમામ ઉપર ભરોસો મૂક્યો, પણ ફિલ્મ માટે ડબિંગ કર્યા બાદ કે જે ફિલ્મમાં હોવાના પગલે મારી જવાબદારી હતી, જ્યારે ફિલ્મનું અંતિમ પરિણામ સામે આવ્યું, તો તે બહુ નિરાશાજનક હતું. મને સમજાયુ નહીં કે ફિલ્મનું પ્રમોશન કેમ કરૂ. તેથી મેં પ્રમોશન્સથી દૂર રહેવું બહેતર સમજ્યું.

બિપાશાના સ્ટેટમેંટ મુજબ - મને સમ્પૂર્ણ આશા છે કે હમશકલ્સ ફિલ્મ આજના યુવાનોને બહુ ગમશે અને એક મજાની ફિલ્મ સાબિત થશે. ફિલ્મ સાથે જે લોકો જોડાયેલાં છે, તેમણે બહુ મહેનત કરી છે. હું ફૉક્સ સ્ટાર, જેમની સાથે મેં રાઝ 3 જેવી સુપર હિટ ફિલ્મ આપી અને નિર્માતા વાસુ ભાગનાનીને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવુ છું. સાથે જ હું તમામ કો-સ્ટાર્સ રીતેશ દેશમુખ, તમન્ના ભાટિયા, એશા ગુપ્તા, રામ કપૂર અને તમામ ટેક્નીશિયનોને પણ શુભેચ્છા પાઠવુ છું. ક્યારેક-ક્યારેક કોઈ સર આપ અંત સુધી પૂર્ણ નથી કરી શકતાં. હમશકલ્સની સફર તેમાંની એક છે. તે માટે કોઈને પણ જવાબદાર ન ઠેરવી શકાય.

ચાલો હાલ તો તસવીરો સાથે જોઇએ પોતાની ફિલ્મની પ્રમોશનથી દૂર રહેનાર બૉલીવુડ સ્ટાર્સ :

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુના આ સ્ટેટમેંટથી અમુક વસ્તુઓ તો સ્પષ્ટ થઈ ગઈ. હમશકલ્સ સાથે જોડાયેલ સૌથી જાણીતી વ્યક્તિ એટલે કે સાજિદ ખાનનું નામ ન લઈ બિપાશાએ સ્પષ્ટ કરી દીધું કે સાજિદ ખાન સામે જ બિપાશાની મૂળ નારાજગી છે. હવે જોઇએ સાજિદ ખાન આ મુદ્દે કેવા પ્રત્યાઘાત આપે છે.

કરીના-શાહિદ

કરીના-શાહિદ

મિલેંગે મિલેંગેમાં કામ કરનાર અને તે વખતના પ્રેમી યુગલ કરીના કપૂર તથા શાહિદ કપૂરે ફિલ્મનું પ્રમોશન નહોતુ કર્યું. હકીકતમાં ફિલ્મ પૂર્ણ થયા બાદ બંનેનું બ્રેક-અપ થઈ ગયું અને એટલે જ બંનેએ સાથે પ્રમોશન કરવાનું ટાળ્યુ હતું. અહીં સુધી કે શાહિદ-કરીનાએ ફિલ્મના પ્રમોશનલ વીડિયો માટે શૂટિંગનો પણ ઇનકાર કર્યો હતો અને બંનેએ ફિલ્મનું પ્રમોશન અલગ-અલગ કર્યુ હતું.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારે જોકર ફિલ્મનું પ્રમોશન નહોતુ કર્યું. ફિલ્મના નિર્માણ દરમિયાન અક્ષય અને દિગ્દર્શક શિરીષ કુંદર વચ્ચે ખટરાગ થયુ હતું. અક્ષયે તેમની અપકમિંગ ફિલ્મ ઓહ માય ગૉડ માટેનું પ્રમોશન શરૂ કરી દીધુ હતું.

અભય દેઓલ

અભય દેઓલ

અભય દેઓલને શૂટિંગ પૂર્ણ થયા બાદ ફિલ્મનો મહિમા ગાવો નથી ગમતું. તેમનું કહેવું છે કે ફિલ્મની ચર્ચા તેના કંટેંટના કારણે થાય, નહીં કે એક્ટર્સના પહેરવેશના કારણે. સ્ટાઇલિંગના પ્રદર્શન ઉપર ઘણી એનર્જી વેડફી દેવાય છે. અભય દેઓલે આ વાત પોતાની ફિલ્મ આયેશાના પ્રમોશનના સવાલ અંગે કહી હતી. આ ફિલ્મ જેન ઑસ્ટિનની જાણીતી નવલકથા એમ્મા પર આધારિત હતી.

કંગના રાણાવત

કંગના રાણાવત

જ્યારે શૂટઆઉટ એટ વડાલાનું પ્રમોશન ચાલતુ હતું, ત્યારે તમામના મનમાં પ્રશ્ન હતો કે કંગના ક્યાં છે? કંગના રાણાવત એ વાતથી નારાજ હતાં કે પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગ બબલી બદમાશ હૈ...ને વધુ મહત્વ અપાઈ રહ્યું છે.

English summary
Bipasha Basu finally sepaks about her absence from promotions of Humshakals movie. Bipasha said she took Humshakals because she trusted the makers. But after dubbing for Humshakals she was very disappointed with the end results, That is why she herself decided not to promote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more