બિપાશા બાસુ છે સલમાન ખાનના નવા ગર્લફ્રેન્ડ !

મુંબઈ, 19 ડિસેમ્બર : આજકાલ સલમાન મિયા બૉલીવુડના બિલ્લો રાણી ઉપર ખૂબ મોહિત થઈ ગયાં છે. અરે એવું અમે નથી કહેતાં, પણ ફિલ્મી પંડિતોનું કહેવું છે અને તેની પાછળ બહુ મોટું કારણ છે, કારણ કે સલમાન મિયા અચાનક બિપાશા બાસુ ઉપર મહેરબાન થઈ ગયાં છે. તેમણે બિપાશા બાસુને સેલિબ્રિટી ક્રિકેટ ટુર્નામેંટમાં પોતાના ભાઈ સોહેલ ખાનની મુંબઈ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. અને એટલું જ નહીં, તેમણે બિપ્સને પોતાના રિયલિટી શો બિગ બૉસમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે કે જેનો બિપાશા બાસુએ સ્વીકાર પણ કર્યો છે. હવે તેઓ ટુંકમાં જ બિગ બૉસમાં દેખાઈ પણ શકે છે કે જ્યાં તેઓ પોતાની ફિટનેસ ડીવીડી લૉન્ચ કરશે.

Salman-Bipasha

અચાનક સલ્લુ મિયા બિપ્સ ઉપર મહેરબાન થઈ ગયાં છે. તે અંગે ફિલ્મી શેરીઓમાં ખાસી ખળભળાટ મચી છે. બિપાશા અને જ્હૉન નૌ વર્ષો સુધી પ્રેમી-પ્રેમિકા રહ્યાં અને કારણ કે જ્હૉન અને સલ્લુ મિયા વચ્ચે ક્યારેય બની નથી, તેથી બિપાશા પણ સલમાનની નજીક ક્યારેય ન આવી, પરંતુ હવે જ્હૉન અને બિપાશા અલગ-અલગ થઈ ચુક્યાં છે. એવામાં જો બિપાશા સલમાનની નજીક આવતાં હોય, તો મોટી બાબત નથી.

જોઇએ ફિલ્મી પંડિતોની વાતોમાં કેટલો દમ છે અને બિપાશા-સલમાનની મૈત્રી ક્યાર-ક્યાં સુધી ચાલે છે અને શું રંગ લાવે છે? જોકે જો હકીકતમાં બિપાશા સલમાનની લાઇફમાં આવે, તો ઐશ્વર્યા રાય બાદ બિપાશા જ એક એવા અભિનેત્રી અને સલમાનના પ્રેમિકા હશે કે જેમનું કૅરિયર સલમાને બનાવ્યુ નહીં હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X