...અને 'જંગલી બિલ્લી'ને ચોડી દિધો તમાચો

બન્યું એવું હતું કે બિપાશા બાસુ જ્યારે 'આત્મા' ફિલ્મનું શુટિંગ કરી રહી હતી ત્યારે એક સીનમાં બિપાશા બાસુની પુત્રી નિયાને બિપાશા બાસુને થપ્પડ મારવાની હતી. બિપાશા બાસુએ વિચાર્યું હતું કે ડોયલ તેને કેટલી જોરથી થપ્પડ મારશે, પરંતુ આ ચક્કરમાં બિપાશા બાસુને લેવાના દેવા પડી ગયા. જ્યારે સીન શુટ કરવામાં આવ્યો તો ડોયલે એટલી જોરથી તમાચો ઝીંકી દિધો કે બિપાશા બાસુ ગાલ પકડીને બેસી ગઇ.
ડોયલના નાના હાથોથી એટલી જોરથી તમાચો પડ્યો કે બિપાશા બાસુને ચકલીઓ ઉડવા લાગી. બિપાશા બાસુ જે કસરતને લઇને ઘણી સજાગ રહે છે અને જો કે પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે એ પણ એક જ તમાચામાં હલી ગઇ. અત્રે ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુને ખબર પડી ગઇ હશે કે બાળકોને ક્યારેય નાના સમજવા જોઇએ નહી, જો કે બિપાશા બાસુને અચાનક લગાવવામાં ખાસ રિએક્ટ કર્યું ન હતું અને આ વાત અહીં જ ખતમ થઇ ગઇ હતી. પરંતુ થોડીવાર માટે બધા જરૂર ચોંકી ઉઠ્યા હતા.












Click it and Unblock the Notifications
