અરે... બિપાશા બાસુએ કેમ ખાધો ભાત ?

મુંબઈ, 23 જાન્યુઆરી : કાયમ લિફ્ટના સ્થાને સીડીને અગ્રતા આપનાર, ચામાં ખાંડના સ્થાને મધ વાપરનાર ફિટનેસ માસ્ટર બિપાશા બાસુ અંગે કહેવાય છે કે તાજેતરમાં જ તેમણે મન મુકીને ભાત ખાધો છે. બિપાશાને જે લોકો પોતાનો ફિટનેસ આદર્શ ગણે છે, તેમને આ વાત સાંભળી જરૂર આશ્ચર્ય થઈ રહ્યો હશે, પરંતુ આ સાચું છે. આ ખુલાસો બિપ્સે પોતે પોતાની ફિટનેસ ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે યોજાયેલ પ્રેસ મિટ દરમિયાન કર્યો.

Bipasha Basu

બિપાશાએ જણાવ્યું કે તાજેતરમાં જ તેઓ પોતાના જન્મ દિવસની ઉજવણી કરવા ગોવા ગયા હતાં કે જે તેમનું મનગમતું સ્થળ છે. તેઓ પોતાનો જન્મ દિવસ સ્વચ્છંદ રીતે ઉજવે છે અને બધા નિયમો નેવે મુકી દે છે. તેથી તેમણે તે દિવસે ચોખાની વાનગીઓનો ભરપૂર સ્વાદ માણ્યો. બિપાશાએ જણાવ્યું - જેઓ મને જાણે છે, તેમને ખબર છે કે ભાત મારી નબળાઈ છે, પરંતુ હું છેલ્લા એક વરસથી ભાતથી દૂર છું. જોકે જન્મ દિવસે મેં પોતાનો બનાવેલ નિયમ તોડી નાંખ્યો અને મન મુકીને પ્રૉન કરી રાઇસ તેમજ બિરિયાનીનો સ્વાદ માણ્યો.

બિપાશાએ જણાવ્યું - જો આપ રેગ્યુલર વ્યાયામ કરતા હોવ તથા નિયમથી ચાલતા હોવ, તો એક દિવસ ખાવા-પીવાથી કોઈ ફરક પડતો નથી. તેથી મારી દૃષ્ટિએ ક્યારેક-ક્યારેક નિયમો તોડવા પણ જોઇએ.

ખેર બિપાશાની આ વાતથી તેવા લોકોને જરૂર રાહત મળી હશે કે જેઓ બિપાશાને ફૉલો કરી ખાવું-પીવું છોડી બેઠાં છે. મતલબ કે નિયમથી ખાય છે અને પીવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X