અમદાવાદ, 15 ડિસેમ્બર : બિપાશા બાસુની ફિલ્મ ઍલોનના ટ્રેલરે તો પહેલાથી જ તહેલકો મચાવી રાખ્યો છે. હવે તેમની ફિલ્મનું પ્રથમ ગીત કતરા...નું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે.
કતરા... ગીતમાં બિપાશા બાસુ તથા કરણ સિંહ ગ્રોવરની કેમેસ્ટ્રી તો મૅચ થતી નથી લાગતી, પણ બિપાશા નો ડાઉટ કે હૉટ છે. થોડાક દિવસ અગાઉ જ કરણે એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે ફિલ્મ માટે તેમણે પોતાની બૉડી ઉપર ખાસી મહેનત કરી છે.
કતરા... ગીતના ટીઝરમાં કરણની મહેનત સ્પષ્ટપણે નજરે પડે છે. ડીનો મોરિયો બાદ બિપાશા બાસુ ફરી એક વાર કોઈની સાથે આટલી સારી રીતે બોલ્ડ દૃશ્યોમાં નજરે પડી રહ્યાં છે. તેમના અને કરણના સીન્ પણ દર્શકોને ફિલ્મ તરફ ખેંચશે. એમ પણ બિપાશાની આ ફિલ્મનું ટ્રેલર જોઈ લોકોએ તેમના કેટલાક વખાણ કર્યા છે, તે તો આપ વાંચી જ ચુક્યા છો.
જોઇએ કતરા... ગીતની ઝલક અન ટીઝર. આ ગીત સુન રહા હૈ તૂ... ફૅમ અંકિત તિવારીએ ગાયું છે :