B'day Spcl : ...અને આમ વિખેરાયું હૃતિકનું સુખી લગ્ન જીવન

મુંબઈ, 10 જાન્યુઆરી : બૉલીવુડના વન ઑફ ધ મોસ્ટ ગુડ લુકિંગ મૅન હૃતિક રોશન આજે 41મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હૃતિકે પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ખાસ તો વર્ષ 2013ના અંતે પત્ની સુઝાનથી જુદા પડવાની જાહેરાતથી લઈ 2014માં છુટાછેડા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન હૃતિકે અનેક થપેડા ખાધા છે.

તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ હૃતિક રોશને ક્રિશ 3 જેવી સુપર હિટ ફિલ્મ આપી, તો તેમની છેલ્લી ફિલ્મ બૅંગ બૅંગ પણ વર્ષ 2014ની બિગેસ્ટ ફિલ્મ બની રહી કે જેમાં તેમના હીરોઇન કૅટરીના કફ હતાં.

જોકે હૃતિક રોશન પોતાની ઍલોન લાઇફથી કેટલા ખુશ છે અને કેટલા નાખુશ છે, તે તો કોઈ જાણતો નથી, પરંતુ આપણે આજે તેમના જન્મ દિવસે તેમને શુભેચ્છા તો ચોક્કસ પાઠવી શકીએ કે તેમના જીવનમાં વહેલામાં વહેલી તકે ફરીથી બહાર આવી જાય. હૃતિક પાસે બે નાનકડા બાળકો તો છે જ કે જેને હૃતિક અને સુઝાન બંને સરખી રીતે સાચવે છે.

ચાલો હાલ તો હૃતિકના જન્મ દિવસે આપને બતાવીએ સુઝાનથી છુટા પડવાની શરુઆતથી લઈ અંત સુધીની કહાણી :

મુશ્કેલીનો પહેલો સંકેત

મુશ્કેલીનો પહેલો સંકેત

હૃતિક-સુઝાનના સંબંધો વણસવાનો પહેલો સંકેત રાકેશ રોશનના 64મા જન્મ દિવસની પાર્ટી દરમિયાન મળ્યો કે જ્યારે સુઝાન વગર કોઈ કારણે પાર્ટી છોડી જતા રહ્યાં.

સુઝાનના પિતાનું નિવેદન

સુઝાનના પિતાનું નિવેદન

સંજય ખાને જણાવ્યું, ‘તેઓ બંને ઇંટેલિજંટ અને વંડરફુલ છે. આ માત્ર બંનેને સ્પેસની જરૂર છે. બંને એક-બીજાનું સન્માન કરે છે. મુંઝવણનો ઉકેલ તેઓ બંને શોધી લેશે.'

સુઝાનના મિત્રનું નિવેદન

સુઝાનના મિત્રનું નિવેદન

‘હું આઘાતમાં છું કે તેમણે આવા પ્રકારનું નિવેદન જારી કર્યું. આઈ એમ સૉરી, પણ એવુ લાગે છે કે તેઓ સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરે છે અને તે કહેવાની પણ જરૂર નથી કે તેઓ લગ્ન સંસ્થામાં વિશ્વાસકરે છે. એનો મતલબ એ કે સુઝાન વિશ્વાસ નથી કરતાં? સુઝાને ક્યારેય કોઈ આરોપ લગાવ્યો નથી.'

હૃતિકના અફૅર્સ

હૃતિકના અફૅર્સ

હૃતિક રોશનનું નામ કરીના કપૂર, બાર્બરા મોરી અને કૅટરીના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું કે જેથી સુઝાન ડિસ્ટર્બ થયાં.

અર્જુન પણ શંકાના ઘેરામાં

અર્જુન પણ શંકાના ઘેરામાં

બીજી બાજુ હૃતિક-સુઝાનના સંબંધ બગડવા પાછળ અર્જુન રામપાલને પણ જવાબદાર ઠેરવાયા કે જેઓ સુઝાનના નજીકના મિત્ર ગણાય છે.

હૃતિકનો ખુલાસો

હૃતિકનો ખુલાસો

હૃતિકે છુટાછેડા વિશે ખુલાસો કર્યો, ‘આ પ્રેમને મારી મોટી સલામ છે. સુઝાન મારા માટે આજીવન મારો પ્રેમ બની રહેશે. જો મારા વગર તેઓ ખુશ રહેતા હોય, તો હું તેના માટે તૈયાર છું. કોઈ પણ શરત વગર.'

સુઝાનનો ખુલાસો

સુઝાનનો ખુલાસો

સુઝાને કહ્યું, ‘અમે બંને અલગ-અલગ છીએ કે જેઓ બંને એક-બીજા પ્રત્યે સન્માન અને સંભાળ ધરાવે છે. અમારા બંનેની પસંદગીઓ જુદી છે. અમે બે વંડરફુલ સંતાનોના વાલી છીએ અને અમારી જવાબદારીઓ સમજીએ છીએ. અમે બંને તેમની સંભાળ રાખીશું.'

સલમાનની મદદ?

સલમાનની મદદ?

કહે છે કે સુઝાન સલમાનનું સન્માન કરે છે અને તેથી હૃતિકે સલમાનને વિનંતી કરી કે તેઓ સુઝાનને આ સંબંધ જાળવી રાખવા માટે સમજાવે. સલમાને કોશિશ કરી, પણ સુઝાન પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. જોકે આવી કોઈ બાબતની પુષ્ટિ નથી થઈ.

બાળકોની કસ્ટડી

બાળકોની કસ્ટડી

હૃતિક-સુઝાન પોતાના બંને બાળકો હ્રેહાન અને હ્રિદાનની કસ્ટડી શૅર કરે છે. હૃતિકના વકીલ મિ. મહેતાએ ઉમેર્યું, ‘બંને સંયુક્ત કસ્ટડી ધરાવે છે.'

ફાઇનલ સ્પ્લિટ

ફાઇનલ સ્પ્લિટ

ગત વર્ષે 1લી નવેમ્બરના રોજ હૃતિક-સુઝાને કાયદેસરના છુટાછેડા લઈ લીધાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X